ખેડૂતો માટે ખુબ જ મોટા સમાચાર : હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી ગુજરાતમાં વરસાદને લઇ ચોંકાવનારી આગાહી

ખેડૂતો માટે ખુબ જ મોટા સમાચાર : હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી ગુજરાતમાં વરસાદને લઇ ચોંકાવનારી આગાહી
ખેડૂતો માટે ખુબ જ મોટા સમાચાર : હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી ગુજરાતમાં વરસાદને લઇ ચોંકાવનારી આગાહી

ગુજરાતમાં ચોમાસું પહોંચતા થોડો વિલંબ થઈ શકે ગુજરાતમાં ચોમાસાની પ્રક્રિયા મંદ પડી છે:અંબાલાલ

હવામાન નિષ્ણાંત અંબાલાલે ચોમાસાને લઈને ખુબ જ મોટી આગાહી કરી છે .આજે અથવા આવતીકાલે મુંબઇમાં ચોમાસાનું આગમન થઇ જશે. આ અંગે આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. તેમણે કહ્યું કે ‘ગુજરાતમાં ચોમાસું પહોંચતા થોડો વિલંબ થઈ શકે છે’.ગુજરાતમાં ચોમાસાની પ્રક્રિયા મંદ પડી છે.. જો કે 12 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના તેમણે વ્યક્ત કરી.

અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલે ‘આહવા,ડાંગ,વલસાડ અને સુરતમાં ધોધમાર વરસાદ આગમનની આગાહી કરી છે. તો ‘ગીર સોમનાથ,જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલે ‘દ્વારકા,ઓખા,ભાવનગર અને પોરબંદરમાં વરસાદની શક્યતા દર્શાવી છે.

હવામાન નિષ્ણાંત આગાહી મુજબ અહીં પડશે વરસાદ
અંબાલાલે ‘બનાસકાંઠા,સાબરકાંઠા,પંચમહાલ અને મહેસાણામાં પણ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે. ‘અરબસાગરના ભેજના લીધે પવન સાથે પડવાની શક્યતા તેમણે દર્શાવી છે.

આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ વરસવાની આગાહી
22 જૂન પછી બંગાળના ઉપસાગરમાં ડિપ-ડિપ્રેશન સક્રિય થશે’ જે વરસાદ લાવશે સાથેજ ગુજરાતમાં આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.