કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે પૂર્વીય ઝોનલ કાઉન્સિલમાં આવતા પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને સિક્કિમના મુખ્ય પ્રધાનો સાથે બેઠક કરવા જઈ રહ્યા છે. આ બેઠકનું આયોજન પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી બેઠકની અધ્યક્ષતા માટે કોલકાતા પહોંચી ગયા છે.
Visit Saurashtra Kranti Homepage here
પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, સિક્કિમ અને ઓડિશા રાજ્યો પૂર્વ ઝોનલ કાઉન્સિલ હેઠળ સામેલ છે. બેઠકમાં ભારત-બાંગ્લાદેશ સરહદે સુરક્ષા, આંતર-રાજ્ય વેપાર, દાણચોરી અને ‘કનેક્ટિવિટી’ના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અમિત શાહ મીટિંગમાં ભાગ લેવા માટે શુક્રવારે (16 ડિસેમ્બર) સાંજે કોલકાતા પહોંચ્યા હતા. આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદાર, બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી અને રાજ્ય મંત્રી સુજીત બોઝ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આ બેઠકમાં ભાગ લેશે નહીં. આ બેઠકમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની જગ્યાએ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને નાણામંત્રી વિજય કુમાર ચૌધરી હાજરી આપશે.
Read About Weather here
આ પહેલા શુક્રવારે (16 ડિસેમ્બર) સાંજે અમિત શાહે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે બેઠક યોજી હતી અને પંચાયત ચૂંટણી સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ બેઠકમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદાર, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષ સહિત બંગાળ ભાજપ એકમના વરિષ્ઠ નેતાઓ હાજર હતા. આ બેઠકમાં હુગલીના સાંસદ લોકેટ ચક્રવર્તી અને આસનસોલ દક્ષિણના ધારાસભ્ય અગ્નિમિત્રા પોલ પણ હાજર હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here