અમદાવાદના રિંગ રોડ પરનો સૌથી મોટો ઓવરબ્રિજ અંદાજિત 96 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. જેનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ જાહેર જનતા માટે ખુલ્લો મુકશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાશે.
Visit Saurashtra Kranti Homepage here
આ બ્રિજ ખુલ્લો મુકાયા બાદ સૌરાષ્ટ્રમાં જતા અને સૌરાષ્ટ્રથી અમદાવાદ આવતા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત બોપલ, ગાંધીનગરથી સનાથલ થઈ રિંગ રોડ જતા લોકોને પણ રાહત મળશે. અમદાવાદથી બાવળા, મેટોડા જતા-આવતા લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. ચાંગોદર GIDC જતા-આવતા લોકોને ટ્રાફિકથી મુક્તિ મળશે.આ બ્રિજના કારણે રિંગ રોડ પર ટ્રાફિકનું ભારણ પણ ઘટશે.
Read About Weather here
આ ઉપરાંત આજે 195 કરોડના વિકાસકાર્યોનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે. આજે અમિત શાહ દ્વારા 5 સ્માર્ટ સ્કૂલ, સનાથલ ઓવરબ્રિજ અને 2 સિનિયર સિટિઝન પાર્કનું લોકાર્પણ કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here