કેનેડિયન પાસપોર્ટધારકો માટે ફરી ઈ-વિઝા સેવાઓ શરૂ

કેનેડિયન પાસપોર્ટધારકો માટે ફરી ઈ-વિઝા સેવાઓ શરૂ
કેનેડિયન પાસપોર્ટધારકો માટે ફરી ઈ-વિઝા સેવાઓ શરૂ
કેનેડા સરકારે 20 ડિસેમ્બર 2022થી કેનેડિયન પાસપોર્ટ ધરાવતા લોકો માટે ઈ-વિઝા સુવિધા પુનઃ શરૂ કરી દીધી છે. આ સાથે જ જે કેનેડિયન પાસપોર્ટ ધરાવતા લોકો પ્રવાસન, બિઝનેસ, મેડિકલ કે પરિષદ જેવા હેતુઓથી ભારતની મુલાકાત લેવા ઈચ્છે છે તોએ ઈ-વિઝા માટે http://indianvisaonline.gov.in/evisa/tvoa.html પર અરજી કરી શકે છે અને તેમાં જણાવેલી સૂચનાઓને અનુસરે. આ માહિતી ઓટ્ટાવા સ્થિત ભારતીય રાજદૂતાવાસે જારી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

કેનેડિયન પાસપોર્ટ ધરાવતા એવા લોકો કે જેઓ ભારતની મુલાકાત કોઈ હેતુ માટે લેવા માગે છે પણ ઈ-વિઝા માટે ક્વોલિફાઈ નથી તો તેઓ http://www.blsindia-canada.com/ પર પેપર વિઝા માટે અરજી કરી શકે છે.આ ઉપરાંત જે લોકોએ કેનેડામાં વિવિધ બીએલએસ સેન્ટર્સ દ્વારા વિઝા માટે અરજી કરી છે તેમને સલાહ આપવામાં આવી છે કે તેઓ વિઝા ઈસ્યુ થવાની રાહ જૂએ. આવી તમામ અરજીઓનો પ્રાથમિકતાથી નિકાલ કરવામાં આવશે.

Read About Weather here

જે અરજદારો પોતાના જે-તે વિઝાની અરજીઓ પરત ખેંચવા માગે છે તેઓ એ માટે વેબસાઈટ http://www.blsindia-canada.com/ ની મુલાકાત લઈને ‘એપ્લિકેશન વિથડ્રોઅલ’ વિકલ્પ પસંદ કરી શકે છે.કેનેડામાં જે લોકો બીએલેસ સેન્ટર્સ પર પ્રવાસ, બિઝનેસ, મેડિકલ કે કોન્ફરન્સ વિઝા માટે અરજી કરવા અપોઈન્ટમેન્ટ બૂક કરાવી છે તેઓ હવે ઈ-વિઝા માટે અરજી કરી શકે છે. આ રીતે તેમના અપોઈન્ટમેન્ટ સ્લોટ્સ ખાલી/રદ થવાથી એ સ્લોટ્સ અન્યોને વિઝા/કોન્સુલર સેવાઓ માટે ઉપલબ્ધ થઈ શકશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here