જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસ ભારે બરફવર્ષાની આગાહી છે. જેના કારણે ઉત્તર ભારતથી લઈને ગુજરાત સુધી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે કાશ્મીરમાં વર્તાવાની શરૂ થઈ ગઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
જેના કારણે કાશ્મીર, લદ્દાખમાં રવિવાર સુધીમાં તથા હિમાચલ પ્રદેશના જુદા-જુદા વિસ્તારમાં શનિવારે વરસાદ અને બરફવર્ષા થશે. તેના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીમાં વધારો થશે. પૂર્વોત્તર રાજ્યોમાં પણ આગામી ત્રણથી ચાર દિવસમાં તાપમાનમાં વધારો થશે.
Read About Weather here
ઉત્તર-પશ્ચિમમાં આગામી ત્રણથી ચાર દિવસ તાપમાન સ્થિર રહેશે. પંજાબ- હરિયાણામાં સવારે ગાઢ ધુમ્મસની શક્યતા છે. મહારાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં વરસાદની શક્યતા છે.મેન્ડોસ વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાતમાં ઝાપટાની શક્યતા| તામિલનાડુમાં સમુદ્રી તોફાન મેન્ડોસની ગુજરાત પર નહીવત અસર રહેશે. પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટા થઈ શકે છે તથા વાતાવરણ વાદળછાયું રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here