દિલ્હીમાં લઘુતમ તાપમાન 1.4 ડિગ્રી
દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતનાં રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. સોમવારે સવારે દિલ્હીનો પારો 1.4 ડિગ્રી નોંધાયો હતો. વાતાવરણ વિભાગે ઠંડીના કારણે દિલ્હી, યુપી અને રાજસ્થામાં યલો એલર્ટ જાહેર કરી દીધું છે. પહાડો ઉપર થઈ રહેલી બરફવર્ષાને કારણે રાજસ્થાનનાં પાંચ શહેરમાં પારો લગભગ માઇન્સ પહોંચી ગયો છે.
Visit Saurashtra Kranti Homepage here
પરિસ્થિતિ એવી છે કે ઝાકળનાં ટીપાં પણ ઝાડ અને ખેતરોમાં બરફ બની ગયાં છે. બીજી બાજુ, વાતાવરણ વિભાગે કાશ્મીરના 12 જિલ્લામાં બરફનું તોફાન આવે એવી શક્યતા જાહેર કરી છે.દિલ્હીમાં ઠંડી હવાઓ સાથે જ પારો ખૂબ જ નીચે ગયો છે, સોમવારે સવારે અહીં લઘુતમ તાપમાન 1.4 ડિગ્રી નોંધાયું. વાતાવરણ વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજધાનીમાં 16થી 18 સુધીમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. અહીં 16થી 21 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડીનું યલો અલર્ટ, જ્યારે 19થી 21 જાન્યુઆરી સુધીમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Read About Weather here
ભીષણ ઠંડી વચ્ચે જમ્મુ-કાશ્મીરના 12 જિલ્લામાં બરફના તોફાનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર-મધ્ય ભાગમાં છેલ્લા 48 કલાકમાં 3 વખત બરફવર્ષા થઈ છે. વાતાવરણ વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં કુપવાડામાં 2000 મીટરથી ઉપરના વિસ્તારમાં બરફવર્ષા થવાની શક્યતા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here