કાલે નેવીમાં સામેલ થશે ઘાતક મિસાઈલ ડિસ્ટ્રોયર

કાલે નેવીમાં સામેલ થશે ઘાતક મિસાઈલ ડિસ્ટ્રોયર
કાલે નેવીમાં સામેલ થશે ઘાતક મિસાઈલ ડિસ્ટ્રોયર
ભારતીય નૌસેનામાં એક બાહુબલી હથિયાર જોડાવવા જઈ રહ્યું છે, જેનું નામ છે INS મોરમુગાઓ. આ સ્વદેશી ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયરના કમીશન થવાની સાથે જ ભારતની સમુદ્રીય યુદ્ધ શક્તિ ઘણી વધી જશે. આ સ્ટેલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયરના 75 % ઉપકરણો અને હથિયાર ભારતમાં બનાવવામાં આવ્યા છે. આવતીકાલે એટલે કે 18 ડિસેમ્બર 2022ની સાંજે મુંબઈમાં રક્ષામંત્રી રાજનાથસિંહના હસ્તે ઈન્ડિયન નેવીમાં INS મોરમુગાઓને કમિશન કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

ગોવાના ઐતિહાસિક શહેર મોરમુગાઓ પરથી નામ પડ્યું , 7,400 ટન વજન, 163 મીટરની લંબાઈ અને 17 મીટરની પહોળાઈ, 4 શક્તિશાળી ગેસ ટર્બાઈનથી ઉર્જા મળશે, 56 કિ.મી પ્રતિ કલાકની ઝડપ, પરમાણુ, જૈવિક અને રાસાયણિક યુદ્ધ સમયે બચાવ અને લડવામાં સક્ષમ, બ્રહ્મોસ, બરાક-8, સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ જેવી ઘાતક મિસાઈલથી સજ્જ, ટોરપિટો, રોકેટ લોન્ચર, ગન સિસ્ટમ્સ, સેન્સરથી સજ્જ, ઈઝરાયેલનું મલ્ટી ફંક્શન સર્વેલન્સ થ્રેટ રડાર ‘MF-સ્ટાર’ વધારશે તાકાત, જમીન/સમુદ્રમાં 300 કિ.મી દૂર અને હવામાં 70 કિ.મી દૂર નિશાનો લગાવવા કારગત, ખરાબ વાતાવરણમાં પણ હેલિકોપ્ટર આસાનીથી લેન્ડ કરી શકાય

Read About Weather here

મુંબઈના મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડમાં પ્રોજેક્ટ-15બી અંતર્ગત કુલ 35,800 કરોડ રૂપિયાની કિંમતથી બનાવવામાં આવી રહેલા 4 વિશાખાપટ્ટનમ શ્રેણીના ડિસ્ટ્રોયર્સમાં INS મોરમુગાઓ બીજું છે. નવેમ્બર 2021માં આવા જ પહેલા ડિસ્ટ્રોયરને INS વિશાખાપટ્ટનમના રૂપમાં ભારતીય નૌસેનામાં કમીશન કરવામાં આવ્યું હતું. હવે INS મોરમુગાઓના કમીશન કર્યા બાદ ઈમ્ફાલ અને સૂરત નામના ત્રીજા અને ચોથા ડિસ્ટ્રોયરને 2023-2024માં ઈન્ડિયન નેવીમાં કમીશન કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here