કાલથી બોલબાલા સેવા ભવન બ્રાંચનો શુભારંભ

કાલથી બોલબાલા સેવા ભવન બ્રાંચનો શુભારંભ
કાલથી બોલબાલા સેવા ભવન બ્રાંચનો શુભારંભ
શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાયના જન્મદિવસે 4/7-વાણીયાવાડી શેઠ હાઈસ્કૂલ સામે નો રોડ, બોલબાલા માર્ગ(કોઠારીયા રોડ વિસ્તાર) 52 બોલબાલા ’સેવાભવન બ્રાંચનો શુભારંભ થઈ રહયો છે. 2 ઓગસ્ટ 2023, બુધવાર ના રોજ સવારે 9 કલાકે બોલબાલા “સેવા ભવન” ના ઉદ્ઘાટન સમારોહ સ્ટેજ કાર્યક્રમ અને સ્વરૂચી ભોજન સમારોહ શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર, ભુપેન્દ્રરોડ, રાજકોટ ખાતે સવારે 9 કલાકે થી રાખવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા તથા ગજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે  મકેશભાઈ દોશી (અધ્યક્ષ રાજકોટ શહેર ભાજપ), પ્રદિપભાઈ ડવ(મેયર રાજકોટ), પૂ. વિવેક સ્વામીજી(શ્રી બાલાજી મંદિર રાજકોટ), પૂ. રાધારમણ સ્વામીજી(શ્રી સ્વામીનારાયણ મંદિર-ભુપેન્દ્ર રોડ) ક્ત સમારોહનું ઉદ્દધાટન કરશે. સાથે ભાનુબેન બાબરીયા(કેબિનેટ મંત્રી-ગુજરાત રાજય),  ઉદયભાઈકાનગડ(ધારાસભ્ય),ડો. દર્શિતાબેન શાહ( ધારાસભ્ય), રમેશભાઈ ટીલાળા (ધારાસભ્ય), ભુપતભાઈ બોદર(પ્રમુખ-રાજકોટ જીલ્લા પંચાયત),  વી.પી. વૈષ્ણવ(પ્રમુખ- ચેમ્બર ઓફ કોમર્સ), કંચનબેન સિધ્ધપુરા(ડે. મેયર), પુષ્કરભાઈ પટેલ (ચેરમેન સ્ટેન્ડિંગ કમીટી રાજ્કોટ), અશ્ર્વિનભાઈ મોલીયા(મહામંત્રી-રાજકોટ શહેર ભાજપ), બકુલ રાજાણી (સિનિયર એડવોકેટ-રાજકોટ), મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિતિ વચ્ચે અતિથિ વિશેષ પદે પ્રણવ જોશી(કલેકટર રાજકોટ),રાજુ ભાર્ગવ(પોલીસ કમિશ્નર-રાજકોટ શહેર), આનંદ પટેલ(કમિશનર રાજકોટ મહાનગર પાલિકા) અને દેવ ચૌધરી(જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ) ખાસ ઉપસ્થિત રહેશે.

બોલબાલા ટ્રસ્ટની વાણીયાવાડી બ્રાંન્ચ ખાતે અનેકવિધ સુવિધાઓનું પણ આ જ દિવસે લોર્કાપણ થશે. જેમાં ખાસ કરીને ટ્રાફિક બ્રિગેડ ટ્રસ્ટ (રાજકોટ શહેર/ રૂરલ પોલીસ ) માટેનું કાર્યાલય,મેડિકલ સાધનોની સેવા, વસ્ત્રદાન, અન્નદાન પ્રોજેકટ, ટોકન દરે સીવણ કલાસ, પાર્લર કલાસ તથા કોમ્પ્યુટર કલાસ, સિનિયર સીટીઝનો માટે મુખ્ય કાર્યાલય, વિના:મૂલ્યે અને રાહત દરે નિદાન સારવારકેન્દ્ર તેમજ બીજી અનેક પ્રકારની સેવા પ્રવૃતિઓ આ નવા સંકુલમાં પ્રારંભ થશે. આ પ્રસંગે રાજકોટની નામાંકિત હોસ્પિટલો સાથે એમ.ઓ.યુ. કરીને સી.જી.એચ.એસ(સેન્ટ્રલ ગર્વમેન્ટ હેલ્થ સ્કિમ) હેઠળ 50 થી 60 ટકાના રાહત દરે સારવારવાળા કાર્ડનું વિતરણ સમય સવારે 8:30 કલાકે બોલબાલા ટ્રસ્ટ ના સિનિયર સીટીઝન મેમ્બરને સ્વામી મંદિર ખાતે કરવામાં આવશે.

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ વિશે વધુ માહિતી આપતા જીજ્ઞેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યુ હતુ કે શ્રી જયેશ ઉપાધ્યાય ના જન્મદિવસે બોલબાલા ‘સેવાભવન’ શુભારંભ થવા જઈ રહયો છે ત્યારે 1991 થી ચાલતા આ ટ્રસ્ટમાં લોકોનો ’ટ્રસ્ટ’ પણ ખુબ વધ્યો છે. કેમકે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ સિનિયર સીટીઝન સેવા સંસ્થા 5000 થી વધ મેમ્બર તથા સૌથી વધુ પ્રવૃતિઓ કરનાર સૌરાષ્ટ્ર-ગુજરાતની એકમાત્ર વડીલ વૃંદ ધરાવતી સંસ્થા છે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા બોલબાલા ટ્રાફિક એવરનેસ એજયુકેશન તથા વ્યવસ્થા માટે 2006 થી રાજકોટ શહેર અને રૂરલ પોલીસ સાથે 1000 ટ્રાફિક બ્રિગેડને લગતી સંપૂર્ણ કામગીરી અને સંચાલન કરવામાં આવ્યુ છે.

Read About Weather here

બોલબાલા જીવદયા ને લગતી પવૃતિઓમાં દરરોજ કીડી ને કીડીયારૂ, પક્ષીને ચણ, ગાય માટે લાડવા, માછલીઓ માટે લોટ, શ્ર્વાનો માટે દુધ-રોટલી, ખીચડી નિયમીત પુરૂ પાડવામાં આવે છે. આ ઉપરાંત બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પથિકાશ્રમમાં રાજકોટ શહેરમાં આવતા દર્દીઓતેમજ તેમના સગા વ્હાલા માટે માત્ર બે રૂપીયામાં રહેવાનું તથા બે રૂપીયામાં ભોજન પુરૂ પાડવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે. જેમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તથા જે.વી. શેઠીયા ટ્રસ્ટનો અમૂલ્ય સહયોગ મળી રહયો છે.

બોલબાલા મેડીકલ સાધન સેવામાં અત્યાયર સુધીમાં બે લાખથી વધ લોકો ને ફ્રી મા આપી ઉપયોગ કર્યો છે. જેમાં “મેડીકલ સાધન લઈ જાઓ અને આર્શીવાદ આપી જાઓ” ના સુત્ર ને આધીન કાર્યકરે છે. જેમાં મેડીકલ સાધન ની યોગ્ય ડીપોઝીટ આપી સાધન સમય મર્યાદા નકકી કરી આપવામાં આવે છે. અને સાધન પરત આવતા તમામ ડીપોઝીટ પરત આપવામાં આવે છે. આ સાથે બોલબાલા ટ્રસ્ટ જરૂરીયાંતમંદ લોકો અને હોસ્પીટલમાં ગરમા-ગરમ રોટલી મળી રહે તે માટે રાજકોટમાં સૌરાષ્ટ્રની પ્રથમ રોટીબેંક સ્થાપવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરેલ છે. જેમાં બોલબાલા ના વાહન દ્રારા નકકી કરેલ એરીયામાંથી આશરે 3000 જેટલી રોટલી એકત્ર કરી સારૂ સેવાકાર્ય થઈ રહયું છે. બોલબાલા ટ્રસ્ટ 33 વર્ષથી 48 થી વધુ સેવાકીય તથા કાયમી પ્રોજેકટ સાથે અવિરત સેવા કાર્ય અત્યારે રાજકોટ પુરત સીમીત નથી પરંતુ સૌષ્ટ્રભરમાં પોતાની સેવાઓથી નામના ધરાવતુ બન્યુ છે. હાલ રાજકોટ, જુનાગઢ, વાંકાનેર, અમદાવાદ, ગોંડલ, જામનગર, મવડી, વગેરે જગ્યાઓ એ બ્રાંચ દ્રારા સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. આ બોલબાલા ટ્રસ્ટમાં 200 થી વધુ કાર્યકર્તાઓ 21 થી વધુ કાર્યદક્ષ સમિતોઓ દ્વારા વર્ષમાં 100 થી વધુ મોટા કાર્યક્રમો યોજાય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા બોલબાલા ના ટ્રસ્ટીઓ, કાર્યકર્તા, મેમ્બર તથા બોલબાલા નો સ્ટાફ તડામાર તૈયારી કરી રહી છે.તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here