નવ કાર ઉત્પાદક કંપનીઓએ નવા વર્ષથી ભાવવધારો લાગુ કરવાનું જાહેર કર્યું છે. કડક ઉત્સર્જન નિયમો તથા આધુનિક ટેકનોલોજીને કારણે ખર્ચ વધી જતાં વાહનોમાં ભાવવધારો કરવાની કંપનીઓની દલીલ છે.
Visit Saurashtra Kranti Homepage here
સોસાયટી ઓફ ઇન્ડીયન ઓટોમોબાઈલ્સ મેન્યુફેકચરર્સના કહેવા પ્રમાણે એપ્રિલ-2023માં બીએસ-6 ઉત્સર્જન નિયમોના બીજા તબક્કાનો પણ અમલ કરી દેવાનો ટાર્ગેટ છે. ઉપરાંત અનેક સુરક્ષા ફીચરો પણ લાગુ કરવાની ચર્ચા કરવામાં આવી રહી છે. જેને કારણે વાહનોની કિંમતમાં વધારો થઇ શકે છે. ચાલુ વર્ષે ઓટો લોન મોંઘી થવા અને ભાવવધારા વચ્ચે પણ વાહનોના વેચાણમાં કોઇ ઘટાડો થયો નથી.
Read About Weather here
2022નું વર્ષ ઓટો કંપનીઓ માટે અફલાતૂન સાબિત થયું છે. સેમી ક્ધડક્ટરની અછત છતા વાહન વેચાણમાં રેકોર્ડ સર્જાયો છે. ચાલુ વર્ષે વાહનોનું કુલ વેચાણ 38 લાખ યુનિટને આંબી જવાની શક્યતા છે. અને 2023માં પણ આ ટ્રેન્ડ યથાવત રહેવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.નવા વર્ષમાં વાહનોની કિંમતમાં જુદા-જુદા મોડલ મુજબ રૂા. 90,000 સુધીનો વધારો થઇ શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here