કાનપુરમાં કાપડની દુકાનોમાં ભીષણ આગ…!
કાનપુરમાં કાપડની દુકાનોમાં ભીષણ આગ…!
યુપીના કાનપુરના બાંસમંડીમાં કપડાંનું હોલસેલ માર્કેટ 7 કલાકથી ભીષણ આગની ઝપેટમાં આવી ગયું છે. અહીં વિકરાળ આગને કારણે 800થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. મોડી રાત્રે 1 વાગ્યાથી લાગેલી આગ હજુ પણ ચાલુ છે. આર્મી અને એરફોર્સના જવાનોએ મોરચો સંભાળી લીધો છે. કાનપુર, ઉન્નાવ, લખનઉ સહિત નજીકના ઘણા જિલ્લાઓમાંથી 50થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

બાંસમંડી ખાતે હમરાજ કોમ્પ્લેક્સ ક્લોથ માર્કેટ સ્થિત એઆર ટાવરમાં  રાત્રિના એક વાગ્યાની આસપાસ શોર્ટસર્કિટને કારણે દુકાનોની બહાર રાખેલા સામાનમાં આગ ફાટી નીકળી હતી. જોરદાર પવનને કારણે આગની જવાળાથી ક્ષણવારમાં જ ઘણી દુકાનો ઝપેટમાં આવી ગઈ હતી. આ પછી આખો ત્રણ માળનો ટાવર સળગવા લાગ્યો. પછી આગ બાજુના મસૂદ ટાવર અને પછી મસૂદ કોમ્પ્લેક્સ-2 અને પછી હમરાજ કોમ્પ્લેક્સમાં ફેલાઈ ગઈ હતી.

Read About Weather here

કાનપુર, ઉન્નાવ અને લખનઉ સહિત અનેક જિલ્લાઓની 50થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવામાં લાગેલી છે. ડીએમ અને પોલીસ કમિશનરે સેનાના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. ભીષણ આગને ઓલવવા માટે સેનાને સ્થળ પર બોલાવવામાં આવી છે. કાનપુર પોલીસ કમિશનર બીપી જોગદંડ, જોઈન્ટ પોલીસ કમિશનર આનંદ પ્રકાશ તિવારી અને ડીએમ ઘટનાસ્થળે હાજર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here