ઉત્તર ભારતમાં 6.6ની તીવ્રતાના ભૂકંપ, દિલ્હી-NCRમાં મંગળવારે રાત્રે લગભગ 10.15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા. દિલ્હીમાં એક મહિનામાં ત્રીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા. યુપી, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, બિહાર અને ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા.
Visit Saurashtra Kranti Homepage here
ગુજરાતના અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમદાવાદમાં રાણીપ, ગોતા, ચાંદખેડા, નિકોલ વગેરે વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલો મળ્યા છે. ભૂકંપના આંચકાથી લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા. ભૂકંપના આંચકા ઘણી સેકન્ડો સુધી અનુભવાયા હતા.ગુજરાતના સિસ્મોલોજી વિભાગ દ્વારા ગુજરાતમાં ક્યાંય ભૂકંપના આંચકા આવ્યા ન હોવાનું જણાવાયું હતું.
Read About Weather here
ઉત્તર ભારતમાં ભૂકંપની તીવ્રતા 6.6 અને કેન્દ્ર અફઘાનિસ્તાનમાં રહ્યું. ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન, કઝાકિસ્તાન અને ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનથી 90 કિમી દૂર કાલાફગનમાં હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here