ઉત્તર ભારતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી…!

ઉત્તર ભારતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી…!
ઉત્તર ભારતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી…!
હવામાન વિભાગે પણ આગામી કેટલાક દિવસો સુધી સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ભારતનાં રાજ્યોમાં પણ કમોસમી વરસાદની સંભાવના છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવી સ્થિતિ સર્જાઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

સમગ્ર ઉત્તર ભારતમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 4 મે બાદ હવામાન સામાન્ય થવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઇ છે. આ સાથે શિમલામાં પણ હિમવર્ષા યથાવત્ રહેશે. ઉત્તરાખંડના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ સાથે બરફ પણ પડી શકે છે.

Read About Weather here

વાવાઝોડાં, તોફાન અને વરસાદને કારણે તાપમાન સામાન્ય કરતા ઓછું રહેશે. દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબમાં તાપમાન સામાન્ય કરતાં 10 ડિગ્રી ઓછું રહી શકે છે. જોકે, 3-4 દિવસ બાદ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. મે મહિનાના પહેલા જ દિવસે સોમવારે NCR-દિલ્હીમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન લગભગ સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદ નોંધાયો હતો. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.જેના કારણે રાજસ્થાનનાં નવ શહેરોનું તાપમાન 30 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, હરિયાણા સહિત મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here