દેશના અનેક રાજ્યોમાં ઠંડીએ કાતિલ સ્વરુપ પકડવા માંડ્યું છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરી રાજસ્થાન, પશ્ર્ચિમી યુપી અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘટીને 9 થી 5 ડિગ્રીએ પહોંચી ગયું છે.
Visit Saurashtra Kranti Homepage here
વિભિન્ન ક્ષેત્રોમાં તાપમાનનો પારો ગબડતા ધુમ્મસની સાથે સાથે શીત લહેરે કહેર વરસાવવો શરુ કરી દીધો છે. ગાઢ ધુમ્મસના કારણે વિજિબીલીટી પણ ઓછી નોંધાઈ છે. જેના કારણે માર્ગો પર વાહનોની ગતિ ધીમી થઇ હતી.હવામાન વિભાગના અનુસાર આજે આંદામાન-નિકોબાર દ્વિપ સમુહના અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સિવાય કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા સહિત મહારાષ્ટ્રમાં ગર્જના સાથે વરસાદ વરસવાની ચેતવણી અપાઇ છે, જ્યારે દેશના બાકીના ભાગોમાં હવામાન શુષ્ક રહેશે. પૂર્વોત્તર ભારતના બિહાર અને પૂર્વી ઉતરપ્રદેશમાં ક્યાંક મધ્યમ ધુમ્મસ રહેવાની આગાહી કરવામાં આવી છે.
Read About Weather here
પંજાબમાં ઠંડીનો પ્રકોપ વધશે. આગામી ત્રણ દિવસ માટે શીત લહેરની સાથે સાથે ગાઢ ધુમ્મસની આગાહી પણ કરાઈ છે. શનિવારે પંજાબમાં ન્યૂનત્તમ તાપમાન 0.3 ડિગ્રી નોંધાયું હતું. સૌથી ઓછું 3.2 ડિગ્રી તાપમાન બઢીંડામાં નોંધાયું હતું.અન્ય શહેરોના ન્યૂનતમ તાપમાન જોઇએ તો દિલ્હીમાં ન્યૂનતન તાપમાન 6.2 ડિગ્રી, લખનૌમાં 10 ડિગ્રી, પટણામાં 11 ડિગ્રી, સીમલામાં માઈનસ 2 ડિગ્રી, દહેરાદૂનમાં 9 ડિગ્રીએ અને મસૂરીમાં માઈનસ 1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here