ઈન્ડોનેશિયામાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જણાવી દઈએ કે યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ઈન્ડોનેશિયામાં સોમવારે આવેલ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 હતી અને તેનું કેન્દ્ર જમીનની 12 કિલોમીટર અંદર હતું.
Visit Saurashtra Kranti Homepage here
મળતી જાણકારી અનુસાર આ ભૂકંપ ઇન્ડોનેશિયાના સુલાવેસીમાં ત્યાંના સ્થાનિક સમય અનુસાર સવારે 1.26 વાગ્યે આવ્યો હતો. નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં પણ ઇન્ડોનેશિયાના પાપુઆમાં ભૂકંપ આવ્યો હતો, જેમાં ચાર લોકોના મોત થયા હતા. જણાવી દઈએ કે એ ચાર લોકો દરિયામાં બોટ પર બનેલી રેસ્ટોરન્ટમાં હતા અને એ જ સમયે આંચકો આવ્યો હતો અને એ બોટ પર બેનલ રેસ્ટોરન્ટ દરિયામાં ડૂબી જવાને કારણે ચાર લોકોના મોત થયા હતા.
Read About Weather here
ઈન્ડોનેશિયાના સુલાવેસીમાં સોમવારે ભૂકંપના 1 કલાકની અંદર 5 ધરા ધ્રુજી હતી. જો કે એ ભૂકંપના ઝાટકાની તીવ્રતા 3.1 થી 4.5 સુધીની હતી અને આ આંચકાનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટર અંદર હતું. અચાનક ભૂંકપ આવતાની સાથે જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સાથે જ લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે ભૂકંપના કારણે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here