ઇશાન ભારતના 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર

ઇશાન ભારતના 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર
ઇશાન ભારતના 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર

ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી તથા નાગાલેન્ડ તથા મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ મતદાન

ત્રણેય રાજ્યોનું પરિણામ બીજી માર્ચે જાહેર કરાશે: ચૂંટણીપંચની જાહેરાત

ઇશાન ભારતના 3 રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભાની ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણીપંચે આજે જાહેરાત કરી હતી કે, ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીના રોજ અને નાગાલેન્ડ તથા મેઘાલયમાં 27 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. તા.બીજી માર્ચે ત્રણેય રાજયોના પરિણામો જાહેર કરવામાં આવશે. આ વર્ષે કુલ 9 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે ખાસ પત્રકાર પરિષદમાં ત્રણેય રાજ્યોનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ત્રણેય રાજ્યો નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરા વિધાનસભાઓની મુદ્દત અનુક્રમે તા.12 માર્ચ, તા.15 માર્ચ અને તા.22 માર્ચે પૂરી થઇ રહી છે. કોઈપણ મતદાર મત આપવાથી પાછળ રહી ન જાય એ માટે કોઈ કચાસ રાખવામાં નહીં આવે.

Read About Weather here

તેમણે જણાવ્યું હતું કે, ત્રણેય રાજ્યોમાં કુલ 62.8 લાખ મતદારો એમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં કુલ 31.47 લાખ મહિલા મતદારો છે. 80 વર્ષથી વધુ વયના 97 હજાર મતદારો છે. ત્રણેય રાજ્યોમાં 1.76 લાખ નવા મતદારો પહેલી વખત મતદાન કરશે. ત્રણ રાજ્યોના કુલ 376 મતમથકોનું સંચાલન માત્ર મહિલા કર્મચારીઓ કરશે.
મુખ્ય ચૂંટણી કમિશનરે ઉમેર્યું હતું કે, મતદાનની તારીખ પહેલા જેમની વય 18 વર્ષ થઇ જાય એવા યુવાનોને વેલકમ કીટ આપવામાં આવશે. આવા 10 હજાર યુવાનોના નામની નોંધણી થઇ ગઈ છે. 3 રાજ્યોમાં કુલ 2.28 લાખ નવા મતદારો નોંધાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here