ડીજીપી અને આઈજીપી કોન્ફરન્સમાં પોલીસને બહુમૂલ્ય માર્ગદર્શન આપતા નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસ દળની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા આધુનિક ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરવા સલાહ આપી હતી અને પરંપરાગત પોલીસ કામગીરીની સાથે- સાથે પોલીસ દળને આધુનિક ટેકનોલોજીની તાલીમ આપી કાર્યક્ષમ બનાવવા પણ ભાર મુક્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
અહીં યોજાયેલી દેશભરના ડીજીપી અને આઈજીપીની 57 મી અખિલ ભારતીય કોન્ફરન્સને સંબોધન કરતા વડાપ્રધાને પોલીસ, કેન્દ્રીય અર્ધલશ્કરી દળો તેમજ ગુપ્તચર સંસ્થાઓના વડાઓને કામગીરી વધુ સુધારવાની દિશામાં મહત્વપૂર્ણ અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાને પોલીસ અને સુરક્ષા દળોને વધુ સંવેદનશીલ બનાવવાની સલાહ આપી હતી અને જણાવ્યું હતું કે, આધુનિક ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરવા માટેની તાલીમ આપવી જોઈએ. એટલું જ નહીં વિવિધ એજન્સીઓ વચ્ચે ડેટાની અસરકારક આપ-લે થાય એ માટે રાષ્ટ્રીય સ્તરનું માળખું ઉભું કરવું ખુબ મહત્વનું બને છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગની સાથે- સાથે ફૂડ પેટ્રોલ જેવી પરંપરાગત પોલીસ કામગીરી પર વધુ સુદ્રઢ બનાવવા વડાપ્રધાને તાકીદ કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, જરીપુરાણા ફોજદારી કાયદાઓ રદબાતલ કરવાનું જરૂરી બન્યું છે.
Read About Weather here
વડાપ્રધાને જેલ સંચાલન સુધારવા માટે પણ અનુરોધ કર્યો હતો. દેશની સરહદોની સુરક્ષા વધુ મજબુત બનાવવાના હેતુથી ઉચ્ચ અધિકારીઓને દરિયાઈ અને જમીની સીમાઓની અવાર-નવાર મુલાકાત લેતા રહેવા વડાપ્રધાને તાકીદ કરી હતી. તમામ રાજ્યોના પોલીસ દળો અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે સહયોગ, સંકલન અને કાર્યવાહીનું સંતુલન જાળવવા પર તેમણે ખાસ ભાર મુક્યો હતો. રાષ્ટ્રીય પરિષદમાં વડાપ્રધાનના સંબોધન સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ, ગૃહ રાજયમંત્રીઓ અને તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના ડીજીપી તથા આઈજીપી ઉપસ્થિત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here