આજે ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલયની ચૂંટણીની તારીખોની થશે જાહેરાત

ઇશાન ભારતના 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર
ઇશાન ભારતના 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર
ચૂંટણી પંચ આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરશે જેમાં નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. અગાઉ ચૂંટણી પંચે ત્રણેય રાજ્યોમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ચૂંટણી પંચે પૂર્વોત્તરના આ ત્રણ ચૂંટણી રાજ્યોમાં ચાર દિવસીય પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની સાથે બંને કમિશનર અનૂપ ચંદ્ર પાંડે અને અરુણ ગોયલ પણ હતા. મુખ્ય ચૂંટણી કમિશનરે ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવો, પોલીસ મહાનિર્દેશકો તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી હતી.

Read About Weather here

ચૂંટણી પંચના અધિકારીઓ 11 જાન્યુઆરીએ સૌથી પહેલા ત્રિપુરા પહોંચ્યા હતા. અહીંથી નાગાલેન્ડ અને છેલ્લે મેઘાલયની મુલાકાત લીધી હતી. વાસ્તવમાં આ ત્રણ રાજ્યોમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી થવાની છે. આ પછી શક્ય છે કે એપ્રિલ-મે મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાય. ત્યારબાદ મે મહિનામાં કર્ણાટક અને ત્યારબાદ નવેમ્બરમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મિઝોરમ બાદ તેલંગાણા અને રાજસ્થાનમાં વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here