આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.વેક્સિન લીધા પછી એન્ટિબોડી ક્યાં સુધી રહે છે, તેનાથી ફર્ક નથી પડતો… શરીરના ટી-સેલ્સની મેમરીમાં જ આવી જાય છે કોરોના સામે લડવાની તાકાત

નિષ્ણાતોએ કહ્યું- એન્ટિબોડી વધુ બને અને વધુ દિવસ સુધી રહે તેને સંક્રમણના ખતરા સાથે કોઈ સંબંધ નથી

વિજ્ઞાનીઓએ કહ્યું- બીમારી ફક્ત દોઢ વર્ષ જૂની, સંક્રમણ અને રસીથી બનતી એન્ટિબોડીના તુલનાત્મક અધ્યયનનો કોઈ ઠોસ નિષ્કર્ષ નથી મળ્યો… ટી-સેલ્સની મેમરી બંનેથી બને છે

2. સોરઠમાં અડધાથી 3 ઇંચ સુધી વરસાદ, વીજળી પડતા કાલાવડના શિશાંગ અને ભેસાણના ચુડામાં બેનાં મોત

શિવરાજપુર ગામના ડોળા વિસ્તારમાં ચરતા પશુ પર વીજળી પડતા બે પશુનાં મોત

Read Local News / Articles : Saurashtra , Gujarat

આટકોટ, ગઢડિયા સહિતના ગામોમાં વાતાવરણમાં પલટો, સતત વરસતા વરસાદથી મગફળીમાં ભારે નુકસાનીની ભીતિ

3. રાજકોટમાં મહિલાએ રસી લીધી ન હતી છતાં વેક્સિનેશન કર્યાના સર્ટિફિકેટની લિંક ફોન પર આવી ગઈ

4. ગાંધીનગરમાં નવરાત્રિનાં ચોથા દિવસે ગરબાની જમાવટ, GNLUમાં પણ ગરબાનું આયોજન કરાયું

સંસ્થાના ડાયરેક્ટર એસ.શાંથાકુમારે માતાજીની આરતી ઉતારી ગરબાની શરૂઆત કરાવી

5. બાણગંગામાં પિતૃપક્ષ શ્રાદ્ધના અવસરે ખાદ્યો નખાતાં સેંકડો માછલીઓનાં મોત

હવે શ્રાદ્ધ માટે પણ કૃત્રિમ તળાવો રચવાની યોજના

6. એક જ દિવસમાં હવાઈયાત્રી 3 લાખને પાર, 8 દિવસમાં 2.25 કરોડ ટ્રેન ટિકિટનું બુકિંગ

કોરોનાના દોઢ વર્ષ પછી દેશ તહેવારો ઊજવવા નીકળ્યો. 9 ઓક્ટોબર સુધીમાં જ હવાઈ મુસાફરો કોરોના પહેલાના 76% સ્તરે પહોંચી ગયા

​ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં રેલવેનો નફો 43% વધીને 1066 કરોડે પહોંચી ગયો

7. બેંગ્લોરના કેપ્ટન તરીકે કોહલીની છેલ્લી IPL સિઝનને યાદગાર બનાવવા ટીમ મેદાનમાં ઉતરશે, પરાજિત ટીમ ટૂર્નામેન્ટની બહાર થશે

8. ધોનીએ ચોગ્ગાની હેટ્રિક મારી ચેન્નઈને 9મી વાર ફાઇનલમાં પહોંચાડી, દિલ્હી પાસે ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક

9. આર્યનની ધરપકડ વચ્ચે SRKની દીકરી સુહાનાની હમશકલની તસવીરો જોઈને શાહરુખ પણ મૂંઝાઈ જશે

સો.મીડિયામાં સુહાનાની હમશકલની તસવીરો વાઇરલ થઈ છે

Read About Weather here

10. મેકઅપ એકેડેમીમાં રેખાની સુંદરતા કોર્સમાં ભણાવવામાં આવે છે, ઉંમર વર્ષ 65 પર હોવા છતાં 35 જેવી લાગે છે

આજે પણ રેખા પોતાનો મેકઅપ જાતે કરે છે. લંડનમાં મેકઅપનો કોર્સ કર્યો છે. રેખાની સ્કિનને ગ્લાસ સ્કિન કહેવામાં આવે છે

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here