આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે આજે મતગણતરી, આ ચૂંટણીના પરિણામ ભાજપની આગળની રણનીતિ નક્કી કરશે

   પાંચ કેન્દ્રો પર મતગણતરી સવારે 9 વાગ્યે શરૂ થશે. 162 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે

2. દુનિયાભરમાં વ્હોટ્સ એપ, FB અને ઈન્સ્ટાગ્રામ લગભગ 6 કલાક બંધ રહ્યા; DNS રૂટિંગ સમસ્યાઓનાં કારણે સેવાઓ બંધ થઈ હતી

  સોમવારે રાત્રે લગભગ 9:15 વાગ્યાથી ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન થઈ ગયા હતા. ફેસબુકના શેરમાં 6% સુધી કડાકો બોલી ગયો

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. વસઈમાં 2000ની નોટોનો વરસાદ થતાં લોકોની દોડધામ

  વાહન સાઈડમાં મુકીને નોટો એક્ઠી કર્યા પછી ખબર પડી નોટો નકલી છે

4. કરોડોના ડ્રગ્સ બાબતે ગુજરાત સરકાર હજુ ચૂપ કેમ: સચિન પાયલટ

   ઉત્તર પ્રદેશના લખીમપુર ખાતેની ઘટનાને આખા દેશે જોઈ છે. નિર્દોષ ખેડૂતો પર અત્યાચાર કરનારી ભાજપ સરકારનો હું તીવ્ર વિરોધ કરું છું. સાંસદ પ્રિયંકા ગાંધીને રાજ્યની ભાજપ અને કેન્દ્રની ભાજપ સરકાર ડરી ગઈ છે, એમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલટે સોમવારે મુંબઈમાં જણાવ્યું હતું.

5. સેન્સેક્સ 533 અંક વધ્યો, નિફ્ટી 17691 પર બંધ; બજાજ ફાઈનાન્સ, SBIના શેર વધ્યા

   બજાજ ઓટો, HUL, ટાઈટન કંપની, નેસ્લે, કોટક મહિન્દ્રાના શેર ઘટ્યા

6. ડ્રગ્સ લેવું, પોતાની પાસે રાખવું પણ ગેરકાયદે; શાહરૂખના પુત્ર આર્યન પર ડ્રગ્સ લેવાનો આરોપ, 6 મહિનાથી એક વર્ષ સુધીની સજા શક્ય

7. રિકી પોન્ટિંગે અમ્પાયર સાથે ઝઘડો કર્યો!, ઋતુરાજે ઘુંટણીયે પડી ધોનીની સલાહ લીધી

    દિલ્હીએ રસાકસી બાદ 3 વિકેટથી મેચ જીતી, ચેન્નઈના જાડેજા-શાર્દૂલે 2-2 વિકેટ લીધી

8. 3 દિવસ પહેલા મેચ હતી અને ચોરો પ્લેયર્સની ક્રિકેટ કિટ ચોરી ગયા, ક્વીન્સલેન્ડની ટીમ વાનમાંથી અન્ય સામાન પણ ગુમ

  ટીમ હોટલ બહાર પાર્ક કરેલી ગાડીમાંથી ચોર રમવાના સાધનો ચોરી ગયા

9. શહેરોમાં ફ્લેટમાં રહેતા લોકો હવે પોતાની ગાય રાખી શકે એ માટે સરકાર કાઉ હોસ્ટેલ શરૂ કરશે

    શહેરની બહારના વિસ્તારમાં કાઉ હોસ્ટેલની સ્થાપના કરાશે

Read About Weather here

10. ફ્રાન્સમાં સમલૈંગિક-એકલી મહિલા માટે ફર્ટિલિટી કાયદો લવાય

   ફ્રાન્સ સરકારે ફર્ટિલિટી ક્લિનિકો માટે 68 કરોડ જારી કર્યા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here