આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. ચીનની એક કંપનીના કારણે સમગ્ર દુનિયા મંદીની ઝપટમાં આવવાનું જોખમ

  ચીન કોરોના વાયરસ પછી દુનિયાની સામે વધુ એક પરેશાની સર્જી શકે છે. ચીનની બીજી સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડ દેવાળું ફૂંકવાની તૈયારીમાં છે.

   કંપની પર 300 બિલિયન ડોલરથી વધુનું દેવું છે, જે ચૂકવવા માટે કંપનીએ હાથ અધ્ધર કરી દીધા છે. કંપની કહે છે કે તેની પાસે આ ભારેખમ દેવું ચૂકવવા માટે પૈસા નથી. તેના પછી ગ્લોબલ માર્કેટને મોટો ધક્કો લાગ્યો છે. શેરધારકોના પૈસા ડૂબી રહ્યા છે તો દુનિયાના અનેક શેરમાર્કેટમાં કડાકો જોવા મળી રહ્યો છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

2. ભારત સાથે 1,572 વખત મંત્રણા કરનારા ચીનના પ્રતિનિધિ કહેવતોમાં કૂટભાષાનો ઉપયોગ કરે છે, સામ સામે જોરજોરથી બોલી ધમકાવે છે

  પૂર્વ વિદેશ સચિવ વિજય ગોખલેએ તેમના પુસ્તકમાં ચીનની નફ્ફટાઈને ઉઘાડી પાડી

3. શહેરમાં રાજ્યના સૌથી વધુ 6 નવા કેસ, જિલ્લામાં સતત 44મા દિવસે શૂન્ય કેસ, 70મા દિવસે એક પણ મોત નહીં

    શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 203

4. ’ટાઇગર 3’નું શૂટિંગ પૂરું કરી સલમાન ખાન મહિના બાદ મુંબઈ પરત ફર્યો, ભાઈજાને ઊંધો માસ્ક પહેર્યો

   મુંબઈ આવીને સલમાન ખાન ‘બિગ બોસ 15’નું શૂટિંગ શરૂ કરશે.

5. RR v/s SRH ની મેચ અમ્પાયરે કરી શાહરુખ ખાનની એક્ટિંગ!, બંને શ્રીલંકન ક્રિકેટર્સ સામસામે; મુરલીધરને સંગાકારાને માત આપી

 SRH એ 7 વિકેટથી RR ને હરાવ્યું:હૈદરાબાદે 4 હાર પછી પહેલી મેચ જીતી; રોય-વિલિયમ્સનની મેચ વિનિંગ ફિફ્ટી

6. ભારતીયો નોકરીઓ છીનવી ન લે તે માટે બાઈડેનનો 260 લાખ કરોડનો પ્લાન

   બે-બે વર્ષની પ્રી સ્કૂલ અને કોલેજ શિક્ષણ મફત આપવાનું મોટું એલાન. શિક્ષણ ક્ષેત્રમાં ઐતિહાસિક પહેલ બિલ્ડ બેક બેટર યોજના

7. રાજકોટ શહેરમાં રાત્રે 11 વાગે ઝાકળવર્ષા થતાં વિઝિબિલિટી માત્ર 2000 મીટરની જ હતી

      રાજકોટમાં સોમવારે સવારથી મોડીરાત સુધી વરસાદ વરસ્યા બાદ રાત્રે 11 વાગે ઝાકળવર્ષા શરૂ થઈ હતી. નીચે ભીના રસ્તા અને ઉપર ચમકતી સ્ટ્રીટ લાઈટ પર ઝાકળના સામ્રાજ્યથી આહલાદક નજારો જોવા મળ્યો હતો.

8. વ્હોટ્સએપ તરફથી 25 લાખની લોટરીનો મેસેજ આવે તો ચેતી જજો, SBI બેંકના મેનેજરનો ફેક નંબર આપી હેકર તમારું અકાઉન્ટ ખાલી કરી શકે છે

    હેકર્સ લોટરીની લાલચ આપી બેંક અકાઉન્ટ ડિટેલ ચોરી કરી લે છે.  અજાણ્યો નંબર સેવ કરવાથી હેકર તમારા ફોનનો એક્સેસ મેળવી લે છે

9. જાપાની રાજકુમારીનો પ્રેમ:નાનપણના મિત્ર સાથે લગ્ન કરવા માટે 10 કરોડની રકમ છોડશે પ્રિન્સેસ, 3 વર્ષ પછી તેમનો ફિઆન્સ વતન પરત ફર્યો

         જાપાનમાં શાહી પરિવારની રાજકુમારી માકો પોતાના નાનપણના મિત્ર કેઈ કોમુરો સાથે લગ્ન કરવાની છે. રાજકુમારીએ આ માટે રાજપરિવાર પાસેથી મળનારી લગભગ 10 કરોડ રૂપિયાની રકમ છોડવાનો નિર્ણય કર્યો છે.

Read About Weather here

      રાજકુમારી માકો નાનપણમાં સાથે ભણતા પોતાનો ફિઆન્સ આમ આદમી છે તેના કારણે તે શાહી પરિવારના સભ્ય હોવાનો દરજ્જો છોડી રહી છે.

10. બાળકોના સારા ભવિષ્ય માટે તેમને ‘આપવાની’ કલા શીખવાડો, ગિફ્ટ ખરીદવા જાઓ તો ભૂલકાઓને સાથે લઈ જાઓ

        બાળકોને રમત-રમતમાં લાઈફ સાથે જોડાયેલી મહત્ત્વની વાતો શીખવાડો. જે લોકો નિ:સ્વાર્થ ભાવે બીજાની મદદ કરતા હોય તેવા લોકોની સ્ટોરી બાળકોને કહો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here