આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.સરકારે આઠ વર્ષમાં પાણી માટે રૂ. 1.25 લાખ કરોડ ખર્ચ્યા છતાં ઉનાળો આવે ત્યારે રાજ્યમાં દુષ્કાળ જેવી સ્થિતિ

અત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં માત્ર 20-25% પાણી

કરોડોના ખર્ચે કેનાલ નેટવર્ક ઊભું કર્યું પણ પાણીનો પ્રશ્ન ઉકેલાયો નહીં

2. કીવના ટીવી ટાવર પર મિસાઈલ એટેકમાં 5નાં મોત, અમેરિકાએ રશિયન વિમાનો માટે એરસ્પેસ બંધ કર્યો

બુધવારે સવારે 4 વાગ્યે ઉડાન ભરશે વાયુસેનાનું C-17 પ્લેન

ભારતીય વિદેશ સચિવ શ્રૃંગલાએ કહ્યું કે- આપણાં તમામ નાગરિકોએ કીવ છોડી દીધું છે

આજે રશિયા-યુક્રેન વચ્ચે બીજી બેઠક થઈ શકે છે

3. યુક્રેનમાં 1386 ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા : અત્યાર સુધી 123 વિદ્યાર્થીઓને પરત લવાયા : અમદાવાદના ૨૨, વડોદરાના 35 વિદ્યાર્થી પરત : અમરેલી, બનાસકાંઠા, ગીર સોમનાથના બે વિદ્યાર્થી પરત ફર્યા :પાટણના બે, આણંદ, અરવલ્લીના એક વિદ્યાર્થી પરત, ભાવનગર અને મહેસાણાનો એક વિદ્યાર્થી પરત, ભરૂચ અને વલસાડના 7 વિદ્યાર્થી પરત આવ્યા, ગાંધીનગર અને સુરેન્દ્રનગરના 3 વિદ્યાર્થી પરત, રાજકોટના 13, સુરતના 16 વિદ્યાર્થી પરત આવ્યા

Visit Saurashtra Kranti Homepage here

4. કોરોનામાં 25% સુધી પગાર કાપી લેનારી સ્કૂલોએ હવે શિક્ષકોને ઈન્ક્રીમેન્ટના નામે 2500 ફી વધારો માગ્યો અને મળ્યો પણ ખરો

પગાર વધારો નહીં મળતાં શિક્ષકો સ્કૂલ છોડીને જઈ રહ્યા હોવાની સંચાલકોની દલીલ FRCએ સ્વીકારી

5. આ વખતે ટી-20 વર્લ્ડ કપ માટે ભારતની સૌથી વધુ ‘પ્રેક્ટિસ’, 20 મેચ બાદ ટૂર્ના.માં રમીશું; ગત વર્ષે માત્ર 8 મેચ રમી હતી

વિન્ડીઝ અને શ્રીલંકા વિરુદ્ધ ક્લિન સ્વિપ કરી ભારતે તૈયારીઓની સારી શરૂઆત કરી

6. જેસલમેર સ્ટેટે બહેનને 1960માં કરિયાવરમાં આપેલી ફૂલદાની સહિત 45 વસ્તુ ચોરાઈ

લીંબડી સ્ટેટના રાજ મહેલ ‘દિગ પૅલેસ’માંથી 56 કિલો ચાંદીની એન્ટિક અને અમૂલ્ય વસ્તુઓની ચોરી થતાં ખળભળાટ

મહેલમાં કામ કરનારા બહેને સ્ટોર રૂમની ખુલ્લી બારી જોતાં ચોરીની શંકા વ્યકત કરી હતી

1960માં જયદીપસિંહ બાપુના નાનાએ બહેન (જયદીપસિંહનાં માતા)ને કરિયાવરમાં આપેલી વસ્તુઓ ચોરાઈ, એન્ટિક વસ્તુઓ માતાને કરિયાવરમાં અપાઈ હતી

7. રાજકોટ ડિવિઝનની 8 જોડી ટ્રેનમાં એક-એક વધારાના કોચ લગાવાશે

યાત્રિકો વધતા કોચ વધાર્યા: ટ્રેનમાં વધુ મુસાફરો સમાવી શકાશે

8. ફિફાએ રશિયાને સજા કરી, ઈવેન્ટમાં ટીમ દેશના ધ્વજ હેઠળ નહીં રમી શકે

પોલેન્ડ, ચેક રિપબ્લિક, સ્વિડન, ઈંગ્લેન્ડ, વેલ્સનો રશિયા સામે રમવાનો ઈન્કાર

Read About Weather here

9. શિવરાત્રી મેળાનું રાત્રે રવેડી-મહાપૂજા બાદ સમાપન

સવારથી ભવનાથમાં માનવ કીડીયારૂ, તળેટી તરફના માર્ગો પર પ્રવેશબંધી, ગિરનાર અંબાજી ખાતે પણ ભારે ભીડ

10. યુક્રેનના પાંચ લાખથી વધારે લોકોએ યુરોપમાં લીધું શરણ

બોર્ડરો પર શરણાર્થીઓથી ભરેલી બસો અને કારની લાંબી લાઇનો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here