આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.કાશી વિશ્વનાથ મંદિર માટે એક શિવભક્તે 120 કિલો સોનાનું ગુપ્ત દાન કર્યું છે. આ ભક્ત દક્ષિણ ભારતના રહેવાસી છે.

ગર્ભગૃહની અંદર સુવર્ણ પતરાં લગાડવામાં આવ્યા છે. હવે બહારની દીવાલ પર પણ લગાડવામાં આવશે. એટલે બાબાનું મંદિર સુવર્ણથી મઢાયેલું હશે.

2. યુદ્ધને લીધે હીરા ન મળવાની અફવાને પગલે રશિયન કંપનીએ સુરત હીરા બુર્સને લેટર લખવો પડ્યો, કહ્યું ‘ચિંતા ન કરો, રફની અછત નહીં આવે’

યુદ્ધની અસર પોતાના પર ન હોવાનો રશિયન કંપનીનો દાવો, માઈનિંગ પણ ચાલુ હોવાનું કંપનીએ હીરા વેપારીઓને કહ્યું

સુરત સહિત દેશભરમાં 29% રફ હીરાની આયાત રશિયાથી થાય છે, જો બેંકિંગ સેવા બંધ થઈ જાય તો અસર પડી શકે

3. 20 કિમીની ઝડપે ચાલતી ટ્રેનમાંથી ઉતરવા જતાં યાત્રી 30 મીટર ઘસડાયો, ગાર્ડે બ્રેક મારતાં બચ્યો

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર સવારે 8:38 ક્લાકે બાંદ્રા-ગોરખપુર ટ્રેનની ઘટના

Visit Saurashtra Kranti Homepage here

ટ્રેન શરૂ થઈ ગયા બાદ યુવકને ઉતરવાનું ધ્યાન પર આવ્યું, પ્લેટફોર્મ યાત્રીઓની ચીચીયારીથી ગુંજી ઉઠ્યું

ટ્રેન સાથે ઘસડાઇ રહેલા મુસાફરને બચાવવા અન્ય યાત્રીઓમાં પણ દોડધામ

4. ગુજરાત કોરૂગેટેડ બોક્સના ઉત્પાદનમાં ટોચના સ્થાને, નુકસાનીમાંથી બચવા ઇન્ડસ્ટ્રીઝ 15 ટકા ભાવ વધારશે

5. વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સની માગમાં રિકવરી, દૂધના ભાવો અને વેચાણો વધતાં સંગઠિત ડેરી ઉદ્યોગની આવકો ચાલુ નાણાકીય વર્ષમાં 12 ટકા વધી રૂ. 1.6 લાખ કરોડ નોંધાવાનો અંદાજ છે. ગત નાણાકીય વર્ષે ડેરી ઉદ્યોગની આવકો દાયકાઓના તલિયે પહોંચી હતી.

6. રાજ્યમાં પોલીસ સબ ઇન્સ્પેકટરની પ્રિલીમનરી પરીક્ષા 6 માર્ચે ગાંધીનગર-અમદાવાદમાં યોજાશે

PSI ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે ટ્વીટ કરીને જાહેરાત કરી

શારીરિક કસોટીમાં 96 હજારથી વધુ ઉમેદવારો પાસ થયા છે

7. હીરોનું ફર્સ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર માર્ચમાં લોન્ચ થશે, OLA, TVS અને બજાજને ટક્કર આપશે, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર

8. યુક્રેન-રશિયા યુદ્ધમાં માણસોની નફરત વચ્ચે પશુપ્રેમના અનોખા ઉદાહરણ

યુક્રેન-રશિયાના યુદ્ધમાં નિર્દોષ પશુઓનો શું વાંક? યુદ્ધ દરમિયાન યુક્રેનની મહિલાઓની માનવતા સમગ્ર દુનિયા જોઈ રહી છે. આ મહિલાઓ તેમના પરિવારની સાથે પાલતુ શ્વાન-બિલાડીને લઈને બીજા દેશ અને સુરક્ષિત જગ્યા પર જઈ રહી છે. અમુક દેશોએ માણસોની સાથે પાલતુ પ્રાણીઓ માટે પણ બોર્ડર ખોલી દીધી છે.

Read About Weather here

9. અમદાવાદ અને વડોદરા શહેરમાં 1-1 મોત, રાજ્યમાં 117 નવા કેસ સામે 344 રિકવર

રાજ્યનો રિકવરી રેટ વધીને 98.96 ટકા થયો

10. સોના-ચાંદી ફરી સળગ્યા

સોનુ 52000ને વટાવી ગયુ : ચાંદીમાં 1600 વધ્યા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here