પ્રધાનમંત્રી કર્ણાટકના પ્રવાસે : HALની હેલિકોપ્ટર ફેકટરીનું કરશે ઉદઘાટન

પ્રધાનમંત્રી કર્ણાટકના પ્રવાસે : HALની હેલિકોપ્ટર ફેકટરીનું કરશે ઉદઘાટન
પ્રધાનમંત્રી કર્ણાટકના પ્રવાસે : HALની હેલિકોપ્ટર ફેકટરીનું કરશે ઉદઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગલુરુમાં ઈન્ડિયા વીક 2023નું ઉદ્ધાટન કરશે, એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર ફેક્ટરી બનીને તૈયાર થઈ ગઈ છે. PM મોદી કર્ણાટકના તુમકુરુમાં HALની હેલિકોપ્ટર ફેક્ટરી દેશને સોંપશે. આ ગ્રીનફીલ્ડ હેલિકોપ્ટર ફેક્ટરી છે, જે હાલિકોપ્ટર બનાવવાની ક્ષમતા અને ઈકો-સિસ્ટમને વધારશે. રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે આગામી 20 વર્ષમાં 4 લાખ કરોડના વેપારની સાથે 1000થી વધું હેલિકોપ્ટર બનાવવામાં આવશે.

615 એકરમાં બનેલી આ ફેક્ટરી શરુઆતમાં લાઈટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH) બનાવશે. LUH સ્વદેશી રીતે ડિઝાઈન અને વિકસિત 3-ટન કેટેગરીનું સિંગલ એન્જિનવાળું હેલિકોપ્ટર છે. શરુઆતમાં આ ફેક્ટરીમાં દર વર્ષે 30 હેલિકોપ્ટર બનાવવામાં આવશે. પછી દર વર્ષે તેની ક્ષમતા 60 થી 90 હેલિકોપ્ટરની દરથી વધારવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે LUHનું ફ્લાઈંટ ટેસ્ટ થઈ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન 11 રાજ્યોમાં E20 પેટ્રોલની શરુઆત પણ થશે, જે 20% ઈથેનોલમા મિશ્રણથી બને છે. આ ઉપરાંત મોદી સોલર કુકિંગ સિસ્ટમને પણ રજુ કરશે. એનર્જી વીક 6 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી ચાલશે. મોદી કર્ણાટકના તુમકુરુમાં HALની હોલિકોપ્ટર ફેકટરી દેશને સોંપશે. આ એશિયાની સૌથી મોટી હોલિકેપ્ટર ફેકટરી છે. જેમાં 20 વર્ષમાં 1000થી વધું હેલિકોપ્ટરનું નિર્માણ થશે.

PM મોદી 20% ઈથેનોલ મિશ્રીત E20 પેટ્રોલની શરુઆત કરાવશે. E20 પેટ્રોલનું વેચાણ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થશે. સરકારે 2025 સુધી માત્ર E20 પેટ્રોલના વેચાણનો જ ટાર્ગેટ રાખ્યો છે. આ સિવાય પીએમ પેટ્રોલ પંપ પર તહેનાત કર્મચારીઓ માટે ખાસ ડ્રેસ ‘અનબોટલ્ડ’ ને પણ રજુ કરશે. ઇન્ડિયન ઓઇલે પ્લાસ્ટિકની બોટલને રિસાઇકલિંગ કરીને આ ડ્રેસ તૈયાર કર્યો છે.

Read About Weather here

એક સત્તાવાર નિવેદન મુજબ, 3 દિવસ સુધી ચાલનારા આ એનર્જી વીકનો હેતું રીન્યુબલ એનર્જીની તરફ ભારતના વધતા પગલાને હાઈલાઈટ કરવાનો છે. તેમાં દુનિયાભરના 30થી વધું મંત્રીઆ સામેલ થશે. ભારતની એનર્જી અને તેના ફ્યુચર સાથેના પડકારો અને તકો બાબતે ચર્ચા કરવા માટે 30 હજારથી વધું પ્રતિનિધિ અને 500 સ્પોક્સપર્સન આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here