આગામી 6 દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ ત્રાટકશે વરસાદ…જાણીયે ક્યાં ક્યાં વિસ્તારોમાં ક્યારે થશે મેઘરાજનું આગમન

આગામી 6 દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ ત્રાટકશે વરસાદ...જાણીયે ક્યાં ક્યાં વિસ્તારોમાં ક્યારે થશે મેઘરાજનું આગમન
આગામી 6 દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ ત્રાટકશે વરસાદ...જાણીયે ક્યાં ક્યાં વિસ્તારોમાં ક્યારે થશે મેઘરાજનું આગમન

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ત્યારે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થશે.

ગુજરાતમાં 6 દિવસ વરસાદની આગાહી

મુંબઈમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. હવે થોડાક દિવસોમાં ગુજરાતમાં પણ વિધિવત ચોમાસાનું આગમન થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે. અમદાવાદ ગાંધીનગરમાં રવિવારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 6 દિવસ રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

6 જૂને આ ચોમાસાની આ જીલ્લામાં કરાઈ આગાહી
હવામાન વિભાગ દ્વારા 6 જૂન દાહોદ, ડાંગ, તાપી, નવસારી, છોટા ઉદેપુર,વલસાડમાં વરસાદની આગાહી આગાહી કરવામાં આવી છે.

7 જૂને ચોમાસાના આગમનની આ જીલ્લામાં કરાઈ આગાહી
હવામાન વિભાગ દ્વારા 7 જૂન દાહોદ, ડાંગ, તાપી, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, વલસાણ, દમણમાંમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

8 જૂને આ જીલ્લામાં ચોમાસાની આગાહી કરાઈ
8 જૂન આણંદ, પંચમહલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, ગીર સોમનાથ, વલસાડ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

9 જૂને ઘણા જીલ્લામાં વર્ષાઋતુની કરાઈ આગાહી
9 જૂન મહેસાણા,રાજકોટ, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ,અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર,સાબરકાંઠા, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

10 જૂને ગુજરાતના આ જીલ્લામાં ચોમાસાની કરાઈ આગાહી
10 જૂન અરવલ્લી, દાહોદ,અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહિસાગરગાંધીનગર, ખેડા, સાબરકાંઠા,અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.