અમેરિકાની આર બોને ગ્રેબિયલ બની મિસ યુનિવર્સ

અમેરિકાની આર બોને ગ્રેબિયલ બની મિસ યુનિવર્સ
અમેરિકાની આર બોને ગ્રેબિયલ બની મિસ યુનિવર્સ
અમેરિકાની આર બોને ગ્રેબિયલને 71મી મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો છે. રનર-અપ વેનેઝુએલાની કન્ટેસ્ટન્ટ ડાયના સિલ્વા હતી. આ સ્પર્ધા અમેરિકાના ન્યુ ઓર્લીન્સ શહેરમાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં 25 વર્ષની દિવિતા રાય ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

દુનિયાભરની 84 કંટેસ્ટેંટ્સને માત આપીને બોની ગ્રેબ્રિએલે આ તાજ પોતાના નામે કર્યો છે. આ દરમિયાન પૂર્વ મિસ યૂનિવર્સ હરનાઝ સંધૂએ તેને તાજ પહેરાવ્યો હતો. વેનેઝુએલાની અમાંડા ડુડાંમેલ ન્યૂમેન અને  ડોમિનિકન રિપબ્લિકની એંડ્રીના માર્ટિનેઝ ફર્સ્ટ એન્ડ સેકન્ડ રનર્સ અપ બની જ્યારે ભારતીય સુંદરી દિવિતા રાયને ટોપ 16માં તો પોતાની જગ્યા બનાવી પણ ટોપ 5માં બહાર થઈ ગઈ હતી. 
 
દિવિતા ટોપ 16માં પહોંચી ગઈ, કોસ્ટ્યૂમ રાઉંડમાં દિવિતાએ સોનાની ચકલી બનીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. મિસ યૂનિવર્સ 2022 માટે પસંદ થયેલી બોની ગ્રેબ્રિએલ અમેરિકાના હ્યૂસ્ટન, ટેક્સાસની રહેવાસી છે અને વ્યવસાયે તે ફેશન ડિઝાઈનર છે. ગ્રેબ્રિએલની મા અમેરિકી છે અને તેના પિતા ફિલીપીન્સના છે.

Read About Weather here

આ વર્ષે મિસ યૂનિવર્સને એક નવો તાજ પહેરાવામા આવ્યો છે. આ નવા તાજને ફેમસ લક્ઝૂરી જ્વેલર Mouawadએ ડિઝાઈન કર્યો છે. આ તાજની કિંમત લગભગ 46 કરોડ રૂપિયા છે. તેમાં હીરા અને નીલમ જોડાયેલ છે. આ ઉપરાંત આ તાજમાં પગના આકારના નીલમ પણ લાગેલા છે, જેની ચારેતરફ હીરા લગાવેલા છે. આ સમગ્ર તાજમાં કુલ 993 સ્ટોન લાગેલા છે. જેને 110.83 કેરેટ નીલમ અને 48.24 કેરેટ સફેદ ડાયમંડ છે. તાજની સૌથી ઉપર લાગેલા રોયલ બ્લૂ કલરના નીલમ 45.14 કેરેટનો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here