અમેરિકાના કેલિફોર્નિયામાં ફાયરિંગ, 10 લોકોનાં મોત

અમેરિકાના કેલિફોર્નિયામાં ફાયરિંગ, 10 લોકોનાં મોત
અમેરિકાના કેલિફોર્નિયામાં ફાયરિંગ, 10 લોકોનાં મોત
અમેરિકાના કેલિફોર્નિયામાં રવિવારે સામૂહિક ગોળીબારની ઘટના બની હતી. આમાં ઘણા લોકોનાં મોતની આશંકા છે. અહેવાલો અનુસાર, આ ઘટના ચીની ન્યુ યરની ઉજવણી દરમિયાન બની હતી. ગોળીબાર મોન્ટેરી પાર્ક વિસ્તારમાં થયો હતો. કેટલાક અહેવાલો અનુસાર ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાં છે અને 7 લોકો ઘાયલ થયા છે. જોકે પોલીસે આ અંગે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. જો કે રંગભેદના કારણે આ ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.

Visit Saurashtra Kranti Homepage here

મીડિયા રિપોર્ટ્સ અનુસાર – મૃત્યુઆંક ખૂબ જ ઝડપથી વધી શકે છે. તેનું કારણ એ છે કે ઘાયલોનો અવાજ મ્યુઝિકના અવાજમાં દબાઈ ગયો હતો અને તેના કારણે તેઓ લાંબા સમય સુધી સારવાર મેળવી શક્યા ન હતા. આ સિવાય અડધી રાત્રે પણ લગભગ 10,000 લોકો ત્યાં હાજર હતા. આવી સ્થિતિમાં એમ્બ્યુલન્સને ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડી હતી.

Read About Weather here

ઘટના અંગે માહિતી મળતાં જ પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. અમેરિકન મીડિયાએ સૂત્રાના હવાલે કહ્યું છે કે, મોન્ટેરી પાર્કમાં ચીની નવા વર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અમેરિકન સમય અનુસાર રાત્રે લગભગ 10 વાગ્યે ધડાધડ ફાયરિંગ થયું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here