અમારી સરકાર વોટ માટે નહીં વિકાસ માટે છે: વડાપ્રધાન

અમારી સરકાર વોટ માટે નહીં વિકાસ માટે છે: વડાપ્રધાન
અમારી સરકાર વોટ માટે નહીં વિકાસ માટે છે: વડાપ્રધાન

કર્ણાટકમાં કરોડો રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ કરતા નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમારી સરકાર વોટબેંકના રાજકારણ માટે નહીં પણ વિકાસ માટેની સરકાર છે. આવનારા 25 વર્ષ દરેક નાગરિક અને દરેક રાજય માટે અમૃતકાળ બની રહેશે. આપણે આ ગાળામાં વિકસિત સમર્થ દેશનું નિર્માણ કરવાનું છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે કર્ણાટકની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાને યાદગીરી જિલ્લામાં જળશુધ્ધિ સહિતના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું અને કેટલીક મહત્વની યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું.
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનારી છે ત્યારે વડાપ્રધાને અનેક પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરીને ચૂંટણી પ્રચારનો શંખનાદ ફૂંકી દીધો છે. આ મહિને બીજીવખત વડાપ્રધાને રાજ્યની મુલાકાત લીધી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, જયારે ખેતરોમાં સારો પાક લહેરાતો હોય અને ઉદ્યોગો ઝડપથી વિસ્તાર પામતા હોય ત્યારે જ ભારતને સાચા અર્થમાં વિકસિત દેશ કહી શકાય. અમારી ડબલ એન્જીન સરકારનો મતલબ જ ડબલ કલ્યાણ એવો થાય છે. જે તમે કર્ણાટકમાં જોઈ રહ્યા છો. અગાઉની સરકારોએ યાદગીરી અને આસપાસના વિસ્તારોને હંમેશા પછાત રાખ્યા અને જવાબદારી પૂરી કરી નથી.

મોદીએ જણાવ્યું હતું કે, અમે સત્તા પર આવ્યા ત્યારે દેશના 3 કરોડ ગ્રામ્ય આવાસોને જ નળ વાટે પાણી મળતું હતું. આજે ગ્રામ્ય ભારતના 11 કરોડ આવાસોને નલ થી જલ મળી રહ્યું છે. વડાપ્રધાનની યાત્રા દરમ્યાન કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, કેન્દ્રના રસાયણ અને ખાતર રાજ્યમંત્રી અને કર્ણાટક સરકારના અન્ય મંત્રીઓ, ભાજપના ધારાસભ્યો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાને યાદગીરીમાં ગ્રામ્ય પાણી વિતરણ યોજના જલજીવન મિશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. રૂ.2 હજાર 50 કરોડના ખર્ચે યાદગીરી જિલ્લાના 3 શહેર અને 700 ગામોમાં 2.3 લાખ પરિવારોને પીવાનું શુધ્ધ પાણી મળતું થઇ જશે.

Read About Weather here

વડાપ્રધાને નારાયણપુર કેનાલનું પણ ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટથી સાડા ચાર લાખ હેક્ટર ખેતીની જમીનને સિંચાઈનું પાણી મળતું થઇ જશે. 3 જિલ્લાઓના 560 ગામોના 3 લાખ ખેડૂતોને ફાયદો થશે. આ યોજના રૂ.4700 કરોડના ખર્ચે આકાર પામી છે. વડાપ્રધાને સુરત- ચેન્નઈ એક્સપ્રેસ- વેના ભાગરૂપે નિર્માણ પામનારા સિક્સલેન ગ્રીનફિલ્ડ રોડનો શિલાન્યાસ પણ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here