અધધ…છેલ્લા 24 કલાકમાં નોંધાયા 34000થી વધુ કેસ…!!

અધધ...છેલ્લા 24 કલાકમાં નોંધાયા 34000થી વધુ કેસ...!!
અધધ...છેલ્લા 24 કલાકમાં નોંધાયા 34000થી વધુ કેસ...!!

હોંગકોંગમાં કોરોના સંક્રમણના વધતા ચિંતા વધારી રહી છે. દુનિયાનું ધ્યાન રશિયા –યુક્રેન યુધ્ધ પર કેન્દ્રીત થયું છે ત્યારે કોરોના મહામારી ભૂલાઇ ગઇ છે.

કયાંક હોંગકોંગ દુનિયામાં વધુ એક કોરોના લહેરનું નિમિત્ત ના બને તેવો ડર સતાવી રહયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર હોંગકોંગમાં છેલ્લા 24 કલાકમાં 34000થી વધુ કેસ નોંધાયા અને 87 લોકોના મોત થયા હતા.

આ સંક્રમણ દર દુનિયા કરતા ચાર ગણો વધારે છે.

માત્ર એક અઠવાડિયા પહેલા 7500 કેસ હતા જેમાં ઝડપથી વધારો થઇ રહયો છે. આથી હોંગકોંગમાં લોકડાઉન લાગુ પાડવા અંગે પણ ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહયો છે એવું એક રેડિયો કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું.  લોકોને સોશિયલ ડિસ્ટન્સ પાળવાની અને ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

દેશ અને દુનિયા કોરોના સંક્રમણથી ઝડપથી બહાર આવી રહી છે ત્યારે હોંગકોંગ કોરોના વાયરસની પાંચમી લહેરનો સામનો કરી રહયું છે. પાંચમી લહેર નવું વર્ષની શરુઆત સાથે જ આવી છે. છેલ્લા અઢી મહિનામાં 1.93 લાખથી વધુ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. આ અંગે આરોગ્ય અધિકારીઓ પણ અગાઉ ચેતવણી આપી ચૂકયા છે કે લહેરનો મુખ્યકારક ઓમિક્રોન વેરિએન્ટ રહયો છે.

આવનારા સમયમાં 3 દિવસે સંક્રમણ બમણો થાય તેવી શંકા વ્યકત કરવામાં આવી છે. સંક્રમણને ઓળખવા અને નિયંત્રિત કરવા માટે સામૂહિક ટેસ્ટીંગ પર પણ ભાર મુકવામાં આવી રહયો છે.

Read About Weather here

 એપ્રિલ સુધી સાંજે 6 વાગ્યા પછી બહાર ડિનર પર જવા પર પ્રતિબંધ મુકાયો છે. સ્ટુડન્ટસની ઉનાળુ રજાઓ માર્ચ મહિના સુધી લંબાવવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here