અગ્નિ-3 મિસાઈલનું સફળ પરીક્ષણ

અગ્નિ-3 મિસાઈલનું સફળ પરીક્ષણ
અગ્નિ-3 મિસાઈલનું સફળ પરીક્ષણ
ભારતે ઓડિશાના સમુદ્ર કિનારે એપીજે અબ્દુલ કલામ દ્વીપથી બૈલિસ્ટિક મિસાઇલ અગ્નિ-3નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. અગ્નિ-2 ઇન્ટરમીડિએટ રેન્જની બૈલિસ્ટિક મિસાઇલ છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, આ પરીક્ષણ ‘સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ’ (SFC)ના નેજા હેઠળ આયોજિત નિયમિત તાલીમ પ્રક્ષેપણનો એક ભાગ હતો.

Visit Saurashtra Kranti Homepage here

નિવેદન અનુસાર, પ્રક્ષેપણ પૂર્વનિર્ધારિત શ્રેણી માટે કરવામાં આવ્યું હતું. મિસાઈલનું પરીક્ષણ સંપૂર્ણપણે સફળ રહ્યું હતું અને તે વિવિધ પરિમાણોને પૂર્ણ કરે છે.મિસાઇલની અગ્નિ સિરીઝમાં હવે અગ્નિ-1 (700 કિમી), અગ્નિ-2 (2,000 કિમી), અગ્નિ-3 (3,000 કિમી), અગ્નિ 4 (4,000 કિમી) અને 5000 કિમીની સૌથી લાંબી મારક ક્ષમતાવાળી અગ્નિ 5 સામેલ છે. અગ્નિ અને સામરિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસની સાથે, ભારત સરળતાથી 30થી 5000 કિલોમીટરની વચ્ચે લક્ષ્યને નિશાન બનાવી શકાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here