JEE મેઈન રિઝલ્ટ: કાવ્યા ચોપરાએ 300માંથી 300 ગુણ મેળવીને સર્જ્યો ઈતિહાસ

Kavya-Chopra-JEE
Kavya-Chopra-JEE

Subscribe Saurashtra Kranti here

JEE મેઈનમાં ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવનારી પહેલી મહિલા બની

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ)એ બુધવારે મોડી રાતે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) મેઈનના માર્ચ સત્રના પરિણામ ઘોષિત કર્યા હતા. આ પરીક્ષા માટે રજિસ્ટર થયેલા ૬,૧૯,૩૬૮ પરીક્ષાર્થીઓમાંથી ૧૩ વિદ્યાર્થીઓએ ૧૦૦ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે. દિૃલ્હીની કાવ્યા ચોપરાએ એન્જિનિયરીંગ માટેની પ્રવેશ પરીક્ષામાં ૩૦૦માંથી ૩૦૦ ગુણ મેળવીને ઈતિહાસ સર્જ્યો છે. જેઈઈ મેઈનમાં ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવનારી તે પહેલી મહિલા બની ગઈ છે.

કાવ્યાએ JEE મેઈનના ફેબ્રુઆરી સત્રમાં ૯૯.૯૭ પર્સેન્ટાઈલ મેળવ્યા હતા. પરંતુ તેનું લક્ષ્ય હંમેશા ૯૯.૯૮ પર્સેન્ટાઈલ સ્કોર કરવાનું હતું. આ કારણે તેણે જેઈઈ મેઈનની માર્ચ સત્રની પરીક્ષા આપવાનો નિર્ણય લીધો હતો. પહેલા પ્રયત્ન વખતે તેણે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી પર વધારે ધ્યાન આપ્યું હતું તેમ છતાં કેમિસ્ટ્રી વિષયમાં તેને ઓછા ગુણ મળ્યા હતા. ત્યાર બાદૃ તેણે કયા ટોપિક કે પ્રશ્ર્નમાં ભૂલ થઈ હતી તે શોધીને ૧૫ દિૃવસ સંપૂર્ણ ધ્યાન કેમિસ્ટ્રી વિષયમાં કેન્દ્રીત કરીને નબળા ટોપિક્સનો અભ્યાસ કર્યો હતો.

Read About Weather here

કાવ્યાએ દૃસમા ધોરણમાં ૯૭.૬ ટકા ગુણ મેળવ્યા હતા. નવમા ધોરણથી જ કાવ્યા રીજનલ મેથ્સ ઓલમ્પિયાડ (આરએમઓ) ક્વોલિફાય કરતી આવી છે. ૧૦મા ધોરણ વખતે ઈન્ડિયન જુનિયર સાયન્સ ઓલમ્પિયાડ (આઈએનજેએસઓ) ક્વોલિફાય કર્યા બાદૃ તે મુંબઈ ખાતે હોમી જહાંગીર ભાભા સેન્ટરમાં આયોજિત કેમ્પમાં પણ સામેલ થઈ હતી. ૧૧મા ધોરણમાં તેણે નેશનલ સ્ટાન્ડર્ડ એક્ઝામિનેશન ઈન એસ્ટ્રોનોમી (એનએસઈએ) ક્રેક કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here