સતત બીજા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો નોંધાયો

પેટ્રોલ-ડીઝલ
પેટ્રોલ-ડીઝલ

Subscribe Saurashtra Kranti here

દેશના ૪ મુખ્ય શહેરમાં પેટ્રોલ સતત બીજા દિવસે સસ્તુ થયું

દેશની જનતાને સતત બીજા દિવસે રાહત મળી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. જેમાં પેટ્રોલની કિંમતમાં ૧૮ પૈસા થી ૨૧ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળી રહૃાો છે, તો ડીઝલની કિંમતમાં ૧૯ પૈસાથી લઈને ૨૨ પૈસા પ્રતિ લીટર ઘટાડો જોવા મળી રહૃાો છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો થવાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. એક્સપર્ટનું માનવું છે કે, ચૂંટણીના માહોલમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ૩ રૂપિયા પ્રતિ લીટર ઘટાડો થઈ શકે છે.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન તરફથી મળેલી જાણકારી મુજહ, દેશના ૪ મુખ્ય શહેરમાં પેટ્રોલ સતત બીજા દિવસે સસ્તુ થયું છે. દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલ ૨૧ પૈસા પ્રતિલીટર સસ્તુ થયું છે. જ્યારે કોલકતામાં ૨૦ પૈસા અને ચેન્નઈમાં ૧૮ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. આ સાથે જ ચારેય મહાનગરોમાં પેટ્રોલની કિંમત ક્રમશ: ૯૦.૭૮, ૯૦.૯૮, ૯૭.૧૯ અને ૯૨.૭૭ પ્રતિ લીટર થઈ ગઈ છે.

Read About Weather here

આજ રીતે ડીઝલની વાત કરીએ તો, દિલ્હી અને કોલકતામાં ડીઝલ ૨૦ પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે. જ્યારે મુંબઈમાં ૨૨ અને ચૈન્નઈમાં ૧૯ પૈસા પ્રતિ લીટર ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ ચારેય મહાનગરોમાં ડીઝલની કિંમત ક્રમશ: ૮૧.૧૦, ૮૩.૯૮, ૮૮.૨૦ અને ૮૬.૧૦ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here