30 લાખની લોનમાં હવે 35.5 લાખ વ્યાજ ચુકવવાની નોબત:હોમલોન EMI બે વર્ષમાં 20 ટકા વધી

30 લાખની લોનમાં હવે 35.5 લાખ વ્યાજ ચુકવવાની નોબત:હોમલોન EMI બે વર્ષમાં 20 ટકા વધી
30 લાખની લોનમાં હવે 35.5 લાખ વ્યાજ ચુકવવાની નોબત:હોમલોન EMI બે વર્ષમાં 20 ટકા વધી
મોંઘવારીને કાબુમાં લેવા માટે વ્યાજદર વધારાના સિલસિલાથી ઘર ખરીદનારા લોકોને સૌથી મોટો માર પડયો છે.બે વર્ષમાં ઈએમઆઈ 20 ટકા વધી ગયા છે.એફોર્ડેબલ હાઉસીંગ ક્ષેત્રને સૌથી મોટો ફટકો હોય તેમ ચાલુ વર્ષનાં છ માસમાં આ ક્ષેત્રનાં મકાન વેચાણમાં 20 ટકાનો ઘટાડો છે. એનરોક ગ્રુપનાં રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે 20 વર્ષની લોનમાં ધિરાણની મુળ રકમ કરતાં પણ વધુ વ્યાજ ચુકવવુ પડે છે. આ જ કારણથી 2023 ના પ્રથમ છ માસમાં એફોર્ડેબલ હાઉસીંગનાં વેચાણમાં 20 ટકાનો ઘટાડો છે.

Visit Saurashtra Kranti Homepage here

2022 ના આ ગાળાની સરખામણી કરવામાં આવે તો 31 ટકાનો ઘટાડો છે. એનરોકે કહ્યું હતું કે એફોર્ડેબલ સેગમેન્ટમાં મકાન ખરીદનારા ગ્રાહકોના ઈએમઆઈ બે વર્ષમાં ઓલમોસ્ટ 20 ટકા વધી ગયા છે. રૂા.30 લાખ સુધીની હોમ લોન પર ફલોટીંગ રેટ મુજબ વ્યાજના દર જુલાઈ 2021 માં 6.7 ટકાથી વધીને અત્યારે 9.15 ટકા થઈ ગયા છે.જુલાઈ 2021 માં જે હોમલોન ધારક અંદાજે રૂા.22,700 નો ઈએમઆઈ ભરતા હતા તે અત્યારે રૂા.27,300 થઈ ગયો છે.આમ તેમાં દર મહિને અંદાજે રૂા.4600 નો વધારો થયો છે. તેને કારણે ઈન્ટરેસ્ટ કમ્પોનન્ટ (વ્યાજની રકમ) અંદાજે રૂા.11 લાખ વધી જશે જે જુલાઈ-2021 માં રૂા.24.5 લાખ હતુ અને હવે તે 35.5 લાખ થશે. આમ 20 વર્ષની મુદતની લોન પર મુદલ કરતા વ્યાજની રકમ વધી જશે.

જો કોઈ વ્યકિત રૂા.40 લાખથી ઓછી કિંમતની પ્રોપર્ટી ખરીદે અને 20 વર્ષ માટે રૂા.30 લાખની લોન લે તો 2021 માં રૂા.22,700 ના ઈએમઆઈ મુજબ તેણે કુલ રૂા.54.5 લાખ ચુકવવાના થાય છે. જેમાં રૂા.24.5 લાખની વ્યાજની રકમ અને બાકીના મુદલનો સમાવેશ છે. પરંતુ આજના વ્યાજદર 9.15 ટકા મુજબ ગણતરી કરીએ તો ઈએમઆઈ રૂા.27.300 થાય છે અને તે મુજબ બેન્કને લોનધારકે કુલ રૂા.65.5 લાખ ચુકવવાનાં થાય છે જે પૈકી વ્યાજની રકમ રૂા.35.5 લાખ થાય છે.એનરોકે કહ્યું હતું કે જાન્યુઆરી-જુન 2023 ના ગાળામાં એફોર્ડેબલ હાઉસીંગ સેગમેન્ટનો કુલ વેચાણમાં હિસ્સો ઘટીને 20 ટકા થયો છે.ટોચના સાત શહેરોમાં આ ગાળામાં મકાનોના કુલ સપ્લાયમાં આ સેગમેન્ટનો હિસ્સો 23 ટકાથી ઘટીને 18 ટકા થયો છે.

Read About Weather here

ઉંચા વ્યાજદરનાં વર્તમાન યુગમાં ફિકસ્ડ ડીપોઝીટમાં રોકાણનો ટ્રેન્ડ વધ્યો છે.બેંક ખાતા ધારકો બચત ખાતામાંથી નાણા ટ્રાન્સફર કરીને ફિકસ્ડ ડીપોઝીટમાં નાણાં ટ્રાન્સફર કરીને મુકી રહ્યા છે. બચત ખાતા તતા ફિકસ્ડ ડીપોઝીટનાં વ્યાજ પરનું અંતર ત્રણ વર્ષનાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યુ છે બેંકો પર વ્યાજ બોજ વધતો રહ્યો છે. બેંકોમાં બચત ખાતાનાં વ્યાજદરમાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈ બદલાવ થયો નથી. સ્ટેટ બેંક બચતખાતા પર 2.7 થી 3 ટકા વ્યાજ આપે છે. જયારે બે વર્ષની એફડીનો વ્યાજદર 6.8 ટકા છે.બેંકીંગ નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે ઉંચા રીટર્નને કારણે લોકો એફડીમાં રોકાણ કરવા આકર્ષાય તે સ્વાભાવીક છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here