હવે ઘરમાં પણ માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે…!

કોરોનાના પ્રતિબંધોની ઝંજીરોમાંથી લોકો મુકત…!
કોરોનાના પ્રતિબંધોની ઝંજીરોમાંથી લોકો મુકત…!

જો ઘરમાં કોઈ સંક્રમિત છે તો માનીને ચાલો કે તમે પોઝિટિવ છો. તેથી જરૂરી છે કે ઘર પર પણ માસ્કનો ઉપયોગ કરવામાં આવે

ભારતમાં કોરોના વાયરસની સ્થિતિને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન સંયુક્ત સચિવે જણાવ્યુ કે, પાછલા વર્ષના મુકાબલે આ વખતે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહૃાું છે. આ વાયરસ માત્ર મનુષ્યોમાં ફેલાઈ છે, જેને રોકવા માટે કોવિડ-૧૯ એપ્રોપ્રિયેટ બિહેવિયર લાગૂ રાખવું પડશે.

Subscribe Saurashtra Kranti here

સોમવારે દેશમાં ૩,૫૨,૯૯૧ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા ૨૮ લાખને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરલ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં ૧ લાખથી વધુ એક્ટિવ કેસ છે. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે કહૃાું કે, અત્યાર સુધી ૧૪.૧૯ કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે.

નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહૃાુ કે, હવે સમય આવી ગયો છે કે તમારે ઘરમાં પણ માસ્ક પહેરવાની જરૂર છે. તેમણે કહૃાું કે, જો કોઈ વ્યક્તિમાં કોરોનાના હળવા લક્ષણ જોવા મળે છે, પરંતુ રિપોર્ટમાં તેની પુષ્ટિ થતી નથી, તો તેણે કેટલોક સમય ક્વોરેન્ટાઈન રહેવાની જરૂર છે. જો ઘરમાં કોઈ સંક્રમિત છે તો માનીને ચાલો કે તમે પોઝિટિવ છો. તેથી જરૂરી છે કે ઘર પર પણ માસ્કનો ઉપયોગ કરવામાં આવે.

એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહૃાુ, જે પણ કોવિડ પોઝિટિવ આવે છે તેમાં તે પેનિક થઈ જાય છે કે ક્યાંક બાદમાં ઓક્સિજન અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ન પડે તેથી હું અત્યારે દાખલ થઈ જાવ છું. હોસ્પિટલોની બહાર ભારે ભીડ થાય છે અને જરૂરી દર્દીઓને સારવાર મળતી નથી. તેમણે આગળ કહૃાું કે, આપણે કેસની સંખ્યા ઓછી કરવી પડશે અને હોસ્પિટલના સંસાધનોનો સારો ઉપયોગ કરવો પડશે. ઓક્સિજનનો વિવેકપૂર્ણ ઉપયોગ ખુબ મહત્વપૂર્ણ છે. હાલમાં એક બિનજરૂરી ડર છે.

Read About Weather here

તો ગૃહ મંત્રાલયમાં અધિક સચિવે જણાવ્યું કે, ભારત ખરીદી અને ભાડા બન્ને આધાર પર વિદેશોથી ઓક્સિજન ટેન્કર મંગાવી રહૃાું છે. ઓક્સિજન ટેન્કરોનું પરિવહન એક મોટો પડકાર છે. રીયલ-ટાઇમ ટ્રેકિંગનો ઉપયોગ કરતા, અમે ઓક્સિજન ટેક્ધરોની અવર-જવર પર નજર રાખી રહૃાાં છીએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here