કોરોનાના ડરથી આઇપીએલ છોડી રહૃાા છે ક્રિકેટરો !

કોરોનાના ડર
કોરોનાના ડર

ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસોથી ડરીને આ ત્રણેય ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાંથી તેમના નામ પાછા લેવાનો નિર્ણય લીધો છે

ભારતમાં વધી રહેલા કોરોના સંકટથી આઇપીએલના સલામત ગણાતા બાયો બબલમાં પણ ખેલાડીઓ હવે ચિંતિત છે અને કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ઉપરાંત ભારતના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્ર્વિનને પણ લીગ વચ્ચેથી છોડી દીધી છે, જ્યારે બીસીસીઆઇએ કહૃાું હતું કે આ રમત ચાલુ રહેશે. રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સના અશ્ર્વિને ટ્વીટ કર્યું હતું કે, હું આવતીકાલથી આ સીઝનની આઈપીએલમાંથી વિરામ લઈ રહૃાો છું. મારું કુટુંબ કોરોના રોગચાળા સામે લડી રહૃાું છે અને આ મુશ્કેલ સમયમાં તેને મારી મદદની જરૂર છે.

Subscribe Saurashtra Kranti here

ઓસ્ટ્રેલિયન ખેલાડી એન્ડ્ર્યુ ટાઇએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની 14મી સીઝન છોડ્યા બાદ તેના સાથી ખેલાડી એડમ જમ્પા(Adam Zampa) અને કેન રિચાર્ડસન(Kane Richardson) પણ ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયા છે. ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસોથી ડરીને આ ત્રણેય ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાંથી તેમના નામ પાછા લેવાનો નિર્ણય લીધો છે. આઈપીએલમાં વિરાટ કોહલીની અધ્યક્ષતામાં એડમ ઝમ્પા અને કેન રિચાર્ડ્સ બંને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો ભાગ હતા.

સનરાઇઝર્સ હૈદરાબાદ સાથેની મેચ બાદ દિલ્હી કેપિટલ્સના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્ર્વિને ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હવે આરસીબીના બે ખેલાડીઓ રિચાર્ડસન અને ઝામ્પા પણ પરત ફરવા માટે તૈયાર છે.

ટાઇએ સોમવારે દોહાથી ‘સેન રેડિયો ને કહૃાું, આના ઘણા કારણો છે પરંતુ મુખ્ય કારણ એ છે કે પર્થમાં ભારતથી પરત ફરી રહેલા લોકોની હોટલોમાં આઈસોલેશનના કિસ્સા વધ્યા છે. પર્થ સરકાર પશ્ર્ચિમ ઓસ્ટ્રેલીયામાં પ્રવેશતા લોકોની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. ટાયે કહૃાું કે બાયો બબલમાં રહેવાનો થાક પણ એક કારણ છે. તેમણે કહૃાું, મેં વિચાર્યું હતું કે મને દેશમાં પ્રવેશ ન મળે તે પહેલાં જ રવાના થવું જોઈએ. બાયો બબલમાં લાંબો સમય પસાર કરવો એ ખૂબ કંટાળાજનક છે. ઓગસ્ટથી, હું ફક્ત ૧૧ દિવસથી બાયો બબલની બહાર રહૃાો છું અને હવે હું ઘરે જવા માંગુ છું.

Read About Weather here

બીસીસીઆઈએ કહૃાું કે લીગ ચાલુ રહેશે. એક અધિકારીએ કહૃાું, ‘આઈપીએલ ચાલુ રહેશે. જો કોઈ લીગ છોડવા માગતુ હોય તો વાંધો નથી. આરસીબીએ એક નિવેદનમાં કહૃાું, એડમ ઝમ્પા અને કેન રિચાર્ડસન વ્યક્તિગત કારણોસર ઘરે પરત ફરી રહૃાા છે અને બાકીની મેચ નહીં રમે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સંપૂર્ણ રીતે તેની સાથે છે અને તેમની દરેક રીતે મદદ કરી રહૃાું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here