શેરબજારમાં કડાકો: સેન્સેક્સ ૮૭૧ પોઇન્ટ તુંટ્યો

sensex-શેરબજાર-Bull and Bear -Stock Market Trends
sensex-શેરબજાર-Bull and Bear -Stock Market Trends

Subscribe Saurashtra Kranti here

શેરબજારમાં મોટો કડાકો

રોકાણકારોના ૩.૨૫ લાખ કરોડ સ્વાહા

આજે સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે એટલે કે બુધવારે નબળા ગ્લોબલ સંકેતોના કારણે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતુ. દેશમાં કોરોના વાયરસ મહામારીનું સંક્રમણ વધતા રોકોણકારો ચિંતિત છે. એવામાં સેન્સેક્સ અને નિટીમાં ઘટાડો યથાવત છે. બપોરે ૩.૦૮ વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ ૮૭૧ અંક (૧.૮૨ ટકા)ના ઘટાડા સાથે ૪૯,૧૮૦ સ્તર પર પહોંચી ગયો. ત્યાં જ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિટી ૨૬૫.૩૫ અંક એટલે ૧.૮૦ ટકાના ઘટાડા સાથે ૧૪,૫૪૯ના સ્તરે ટ્રેડિંગ કરી રહૃાો છે.

દિવસનાં અંતે શેરબજારમાં મોટો કડાકો બોલાયો હતો અને સેન્સેક્સમાં ૮૭૧ અંકનો કડાકો થયો હતો. નિટીમાં પણ ૨૬૫ અંકનું ગાબડું પડ્યું છે. આ દરમિયાન સેન્સેક્સે ૫૦ હજારનું લેવલ ગુમાવી દીધુ છે. સેન્સેકસ ૪૯,૧૮૦ અને નિટી ૧૪,૫૪૯ના સ્તરે બંધ થયા છે. આ દરમિયાન રોકાણકારોએ મોટાપાયે નફો બુક કર્યો છે.
શરૂઆતના વેપારમાં બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય ઈક્ધેક્સ સેન્સેક્સ ૩૦૨.૦૩ પોઇન્ટ (૦.૬૦ ટકા) ઘટીને ૪૯,૭૪૯.૪૧ પર ખુલ્યો હતો. ત્યાં જ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિટી. ૮૭.૩૦ પોઇન્ટ એટલે કે ૦.૫૯ ટકા ઘટીને ૧૪૭૨૭.૫૦ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં ૪૯૪ શેરોમાં તેજી આવી હતી. ૬૬૮ શેરો ઘટ્યા અને ૬૬ શેરોમાં કોઇ બદલાવ આવ્યો ન હતો.

તેના પછી બપોરે ૨.૩૨ વાગ્યે સેન્સેક્સ ૫૭૪.૨૯ અંકોના ઘટાડા સાથે ૪૯,૪૭૭.૧૫ના સ્તર પર હતો અને નિટી ૧૬૬ અંક નીચે ૧૪,૬૪૮.૭૫ સ્તરે કારોબાર કરી રહૃાો હતો.

ખરેખર દેશભરમાં કોરોના વાયરસના કહેરથી રોકાણકારો ચિંતિત છે. કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવ્યા બાદ વધુ એક વખત તે બેકાબૂ બન્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત ગણા રાજ્યોમાં સ્થિતિ વિકરાળ બની રહી છે.

Read About Weather here

શેરબજાર છેલ્લા કેટલાક દિવસથી સતત ઘટી રહૃાુ છે જેના લીધે રોકાણકારોને મોટુ નુકસાન સહન કરવુ પડી રહૃાુ છે. આજે ભારતીય શેરબજારમાં એક મહિનાનો સૌથી મોટો કડાકો બોલાતા લિસ્ટેડ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશનમાં ઘટાડો આવ્યો છે. આજે બીએસઇ ખાતે તમામ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન ૩.૨૫ લાખ કરોડ રૂપિયા ઘટીને ૨૦૨.૫૧ લાખ કરોડ રૂપિયા થઇ છે. જ્યારે ગત બુધવારે બીએસઇની માર્કેટકેપ ૨૦૫.૭૬ લાખ કરોડ રૂપિયા નોંધાઇ હતી. જંગી વેચવાલીના દબાણથી માર્કેટ બ્રેડ્થ બહુ જ નકારાત્મક હતી. આજે બીએસઇ ખાતે ૮૪૨ કંપનીના શેર વધીને બંધ રહૃાા હતા જેની સામે ૨૧૧૫ કંપનીના સ્ટોક રેડ ઝોનમાં બંધ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here