વિશ્વ સ્તરે લોકપ્રિયતામાં વડાપ્રધાન મોદી અવ્વલ નંબરે

ભારત ડિજિટલ બનતા ગરીબોને ભ્રષ્ટાચારથી રાહત મળી છે: મોદી
ભારત ડિજિટલ બનતા ગરીબોને ભ્રષ્ટાચારથી રાહત મળી છે: મોદી

અમેરિકા, જર્મની અને બ્રિટનના વડાઓને પાછળ છોડ્યા: ખાસ સર્વેક્ષણમાં મોદીને 70 ટકા લોકોની સંમતિ પ્રાપ્ત

વિશ્વ કક્ષાએ સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતા નેતાઓની પ્રતિષ્ઠિત હરોળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી આગળ રહ્યા છે. વિશ્વ કક્ષાએ સૌથી વધુ 70 ટકા લોકોની પસંદ બનેલા વડાપ્રધાન અવ્વલ નંબરે રહ્યા છે. અમેરિકાના પ્રમુખ જો.બાઈડન, જર્મનીના વડા એન્જેલા મકેલ, બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સન, કેનેડાના વડાપ્રધાન ક્રુડો અને ઓસ્ટ્રેલીયાના વડાપ્રધાન સ્પોટ મોરિસન પણ પાછળ રહી ગયા છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં એવું તારણ નીકળ્યું છે કે, વિશ્ર્વનાં ટોચનાં 13 માં અનુભવોની સરખામણીમાં સૌથી વધુ લોકપ્રિયતા મોદીની રહી છે અને એમનું રેટિંગ 70 ટકા આવ્યું છે. વિશ્વનાં તમામ નેતાઓ લોકપ્રિયતામાં વડાપ્રધાન મોદી કરતા ઘણા પાછળ રહી ગયા છે. હજુ બે સપ્તાહ પછી વડાપ્રધાનનો જન્મદિવસ છે. ત્યારે આવેલા સર્વેક્ષણનાં તારણો દર્શાવે છે કે, મોદીની લોકપ્રિયતા દિવસે-દિવસે વધી રહી છે.

Read About Weather here

મોદી પછી બીજા ક્રમે મેક્સિકોના પ્રમુખ આંદરે મેન્યુઅલ લોપેઝ રહ્યા છે. એમને 64 ટકા મત મળ્યા છે. ત્યારે 63 ટકા મત મેળવીને ઇટાલીના વડાપ્રધાન માર્યો ડ્રાગી ત્રીજા સ્થાને રહ્યા છે. જર્મનીના મહિલા પ્રમુખને 52 ટકા, બાઈડનને 48 ટકા અને મોરિસનને 48 ટકા મતો મળ્યા છે. જાપાનનાં વડાપ્રધાન છેલ્લા ક્રમે રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here