વિદ્યાર્થીઓ માટે ખુબ જ કામના સમાચાર :UGC NETની પરીક્ષાની નવી તારીખો જાહેર : પેપરનું ફોરમેટ પણ બદલાયું …

વિદ્યાર્થીઓ માટે ખુબ જ કામના સમાચાર :UGC NETની પરીક્ષાની નવી તારીખો જાહેર : પેપરનું ફોરમેટ પણ બદલાયું ...
વિદ્યાર્થીઓ માટે ખુબ જ કામના સમાચાર :UGC NETની પરીક્ષાની નવી તારીખો જાહેર : પેપરનું ફોરમેટ પણ બદલાયું ...

યુજીસી નેટની તા.18ના રોજ લેવાનારી પરીક્ષાનું પેપર લીક થઇ ગયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જે બાદ આ વિવાદ વચ્ચે એનટીએ દ્વારા યુજીસી નેટની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા તા. 21 ઓગષ્ટથી 4 સપ્ટેમ્બર દરમ્યાન ઓનલાઇન લેવામાં આવશે. તો સીએસઆઇઆર નેટ પરીક્ષા માટે તા. 25-27 જુલાઇની તારીખ નકકી કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ માટે ખુબ જ કામના સમાચાર :UGC NETની પરીક્ષાની નવી તારીખો જાહેર : પેપરનું ફોરમેટ પણ બદલાયું … પરીક્ષા

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ પરીક્ષાની તારીખ જાહેર કરવા સાથે પેપરના ફોર્મેટમાં ફેરફાર કર્યો છે. હવે આ પરીક્ષા આ વર્ષે સીબીટી (કોમ્પ્યુટર આધારીત પરીક્ષા) પર લેવામાં આવશે જે પહેલા પેન અને પેપરના રૂપમાં લેવામાં આવતી હતી. નેટ પરીક્ષા તા.27 ઓગષ્ટથી શરૂ થશે. બંને પરીક્ષા યુનિ.ઓ સહિતની શિક્ષણ સંસ્થાઓમાં લેકચરશીપ અને રીસર્ચ થેલોશીપ લેવા માંગતા ઉમેદવારો માટે ખુબ મહત્વની હોય છે.

વિદ્યાર્થીઓ માટે ખુબ જ કામના સમાચાર :UGC NETની પરીક્ષાની નવી તારીખો જાહેર : પેપરનું ફોરમેટ પણ બદલાયું … પરીક્ષા

અગાઉ ઉપરોકત પરીક્ષા પેપર લીક સહિતના વિવાદો વચ્ચે રદ કરવામાં આવી હતી. તે બાદ ગઇકાલે પરીક્ષાની નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ વખતે પરીક્ષા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે ઓનલાઈન લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચાલુ આ મહિનાની 18 તારીખે યોજાનાર યુજીસી, નેટ પરીક્ષા પેપર લીકના સંકેતો મળ્યા બાદ શિક્ષણ મંત્રાલયે રદ કરી દીધી હતી.

શુક્રવારે મોડી સાંજે પરીક્ષાની તારીખોની સૂચના બહાર પાડી છે. તેમાં ત્રણ પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. તેમાં એનસીઇટી 2024, જોઈન્ટ સીએસઆઇઆર યુજીસી નેટ અને યુજીસી નેટ જૂન 2024 સાયકલની તારીખો જાહેર કરવામાં આવી છે. આ તમામ પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે. જોઈન્ટ સીએસઆઇઆર યુજીસી નેટ 25 જુલાઈથી 27 જુલાઈ વચ્ચે યોજાશે.

વિદ્યાર્થીઓ માટે ખુબ જ કામના સમાચાર :UGC NETની પરીક્ષાની નવી તારીખો જાહેર : પેપરનું ફોરમેટ પણ બદલાયું … પરીક્ષા

યુજીસી નેટ જૂન 2024 સાયકલ 21મી ઓગસ્ટથી ચોથી સપ્ટેમ્બર વચ્ચે હાથ ધરવામાં આવશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) ને ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ (એનસીટીએયુ) તરફથી પરીક્ષા અંગેના કેટલાક ઈનપુટ મળ્યા હતા.

18મી જૂને લેવાયેલી ઓફલાઈન પરીક્ષામાં ગેરરીતિઓ થઈ હોવાનું જણાવાયું હતું. ત્યારપછી આ પરીક્ષા રદ કરીને ફરીથી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સીબીઆઈ પરીક્ષામાં ગેરરીતિની તપાસ કરી રહી છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here