વડાપ્રધાનની વ્યાપક વાઢકાપ : ગુજરાતના મહત્વમાં વધારો

વડાપ્રધાનની વ્યાપક વાઢકાપ : ગુજરાતના મહત્વમાં વધારો
વડાપ્રધાનની વ્યાપક વાઢકાપ : ગુજરાતના મહત્વમાં વધારો

2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં ઓબીસી અને પાટીદાર મતો પર મોદીની નજર : બે ગુજરાતી મંત્રીઓને બઢતી સાથે મહત્વની કામગીરી સોંપવા પાછળ ઉંડુ રાજકીય ગણીત

ત્રણ નવા ચહેરાને ગુજરાતમાંથી પસંદ કરાતા મોદી કેબીનેટમાં ગુજરાતનું વધતું વજન : કોળી મતદારોને પણ રીજવવાનો પ્રયાસ, વડાપ્રધાને હાથ ધરેલી પ્રક્રિયાનું પોસ્ટમોર્ટમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમના કેન્દ્રીય શાસનના બીજા તબક્કામાં પહેલી વખત મંત્રી મંડળના ફેરફારો અને વિસ્તરણની જંગી અને વ્યાપક કવાયત હાથ ધરીને રાજકીય રીતે ‘એક કાકરે અનેક પક્ષી’ મારવાનો હેતુ પુર્વકનો પ્રયાસ કર્યો છે અને કેબીનેટની મોટા પાયે વાઢકાપ કરી છે. મોદી મંત્રી મંડળને શિક્ષીત અને યુવા ચહેરાઓથી ભરી દેવાની સાથે સાથે ઓબીસી, આદિવાસી સમાજને મોટા પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપવાનો વડાપ્રધાને નિષ્ઠા ભર્યો પ્રયાસ કર્યો છે. જેની રાજકીય અસરો આગામી મહિનાઓમાં ચોક્કસ જોવા મળી શકે છે.

ગુજરાતની વાત કરીએ તો મોદીએ હાથ ધરેલી કેબીનેટ પુન:રચના કવાયતમાં નીસંત પણે ગુજરાતનું વજન વધ્યું છે અને પ્રતિનિધિત્વમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ રહી છે ત્યારે પાટીદાર, કોળી અને ઓબીસી તથા આદિવાસી વર્ગને રીજવવાનો વડાપ્રધાનનો પ્રયાસ રાજકીય રીતે ખુબ જ દુરગામી અસરો ધરાવતો સાબીત થઇ શકે છે એવું રાજકીય નિરિક્ષકોનું માનવું છે.

Subscribe Saurashtra Kranti here

ગુજરાતના બે મંત્રીઓ જે બન્ને પાટીદાર છે તેમને બઢતી આપીને વડાપ્રધાને પાટીદારોના બન્ને વર્ગને રાજી રાખવાનો પ્રયાસ કર્યો છે. મનસુખભાઇ માંડવીયાને તો ખુબ જ મહત્વની જવાબદારી સોંપીને એમની અન્ય મંત્રાલયની નોંધપાત્ર કામગીરીનું ઇનામ આપવામાં આવ્યું છે. માત્ર એટલુ જ નથી પણ માંડવીયા પોતે જ લેઉવા પટેલ છે અને બઢતી મેળવનાર બીજા ગુજરાતી મંત્રી પુરૂષોતમ રૂપાલા કડવા પટેલ છે. આ રીતે વડાપ્રધાને એક અલગ પ્રકારનું રાજકીય સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે. માંડવીયાને આરોગ્યમાં કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.

આ રીતે કોરોના મહામારીના કાળમાં સારવાર અને દવાઓને લગતી અફરા-તફરીથી સરકારની પ્રતિષ્ઠાને જે હાની પહોંચી હતી એ નુકશાનને સરભર કરવાનો વડાપ્રધાનનો શુભ ઇરાદો છે એ કારણે આટલુ મહત્વનું ખાતુ એમણે કાર્યદક્ષ મંત્રીની છાપ ધરાવતા મનસુખ માંડવીયાના હાથમાં સોંપ્યું છે. અગાઉ કેન્દ્રમાં કૃષિ ખાતાના રાજય મંત્રી રહેલા અને ગુજરાત ભાજપના એક સમયના પ્રદેશ પ્રમુખ તથા અમરેલી જિલ્લાના ભાજપના ગણમાન્ય નેતા તેજાબી વકતા પુરૂષોતમ રૂપાલાને કેબીનેટ મંત્રી તરીકે પ્રમોશન અપાયું છે. એમને પશુ પાલન, ડેરી અને મચ્છય ઉદ્યોગ જેવા મહત્વના ખાતા સોંપવામાં આવ્યા છે.

એ જ રીતે ડો. મહેન્દ્ર મુંજપરા જેઓ કોળી સમાજના અગ્રણી શિક્ષીત નેતા ગણાય છે. એમને પણ સ્થાન આપીને વડાપ્રધાને કોળી સમાજના મતો પર લાંબી નજર માંડી છે. એજ પ્રકારે દેવુસિંહ ચૌહાણ અને દર્શનાબેન જરદોશની પસંદગી કરીને વડાપ્રધાને ગુજરાતના અને સૌરાષ્ટ્રના મહત્વના પ્રાંતોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયત્ન કર્યો છે.

Read About Weather here

દેવુસિંહ અને દર્શનાબેનની પસંદગીથી દક્ષીણ અને મધ્ય ગુજરાતને રાજી રાખવાની કવાયત કરવામાં આવી છે. પાંચ મહત્વના અલગ-અલગ જ્ઞાતીના આગેવાનોને કેન્દ્રીય કેબીનેટમાં સમાવીને વડાપ્રધાને આગામી વિધાનસભા માત્ર નહીં પણ લોકસભાની ચૂંટણીઓની ભાજપની ભાવી વ્યુહ રચનાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે. સરવાળે લાંબા સમય બાદ કેન્દ્રીય મંત્રી મંડળમાં ગુજરાતનું નામ અને સ્થાન ખુબ જ વજનદાર બની ગયા છે.

રાજકીય નિરિક્ષકો ભલે આ ફેરફારોને રાજકીય ગણીતના આધારે લેવાયેલા નિર્ણયો કહેતા હોય પણ આગામી ધારાસભા અને સંસદની ચૂંટણીઓમાં આ મુદાને જરૂર ભાજપ હુકમના એક્કા રૂપ ચૂંટણી મુદા તરીકે જરૂર આગળ લઇ જશે એવું માનવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here