રેસીડેન્ટ તબીબોની હડતાલની જીવલેણ અસરો શરૂ

રેસીડેન્ટ તબીબોની હડતાલની જીવલેણ અસરો શરૂ
રેસીડેન્ટ તબીબોની હડતાલની જીવલેણ અસરો શરૂ

વડોદરામાં સારવારનાં અભાવે યુવાનનું કરૂણ મોત

રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરત સહિતના મહાનગરો અને શહેરોમાં હડતાલ પર ઉતરી ગયેલા રેસીડેન્ટ તબીબોની  હડતાલ હજુ યથાવત રહી હોવાથી તેની ગંભીર અસરોનો અનુભવ થઇ રહયો છે. આજે સવારે વડોદરામાં અકસ્માતમાં ઇજા પામેલા 19 વર્ષની વયના એક યુવાનનું સમયસર સારવાર મળી ન હોવાથી કરૂણ મૃત્યુ થયાનું બહાર આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

તમામ હોસ્પિટલોમાં તબીબો હડતાલ પર હોવાથી દર્દીઓ માટે ભારે હાડમારીનો અનુભવ થઇ રહયો છે. ઓપીડીમાં તબીબો સિવાયના સ્ટાફની દાદાગીરીનો દર્દીઓ ભોગ બની રહયા છે અને એમને રઝળપાટ કરવી પડી રહી છે. ચારેય તરફથી ગંભીર ફરીયાદો ઉઠવા પામી છે. સૌથી વધુ ગંભીર ઘટના વડોદરામાં બની છે. તેના કારણે લોકોમાં ભારે રોષ ઉભો થવા પામ્યો છે.

વડોદરામાં અકસ્માતની એક ઘટનામાં ઇજા પામેલા યુવાનને વડોદરામાં કયાંય સારવાર મળી ન હોતી યુવાનને માથામાં ગંભીર ઇજા થઇ હતી. પણ તેને વડોદરાની હોસ્પિટલમાંથી એવો જવાબ આપી દેવાયો હતો કે, ઇજા ગ્રસ્તને અમદાવાદ લઇ જાઓ પરંતુ અમદાવાદમાં પણ સારવાર મળી ન હોતી પરીણામે 19 વર્ષના આશાસ્પદ યુવાને તબીબી આલમની બેદરકારી અને અમાનવીય વલણને કારણે જીવ ગુમાવી દીધો હતો.

Read About Weather here

દર્દીઓને ભારે હાડમારી થઇ રહી છે. ઓપીડીમાં આવતા દર્દીઓને ન તો સારવાર મળે છે કે ન તો દવાઓ મળે છે બલકે બિનમેડિકલ સ્ટાફની દાદાગીરીનો ભોગ બનવું પડે છે. રાજય સરકારે તબીબોની હડતાલ ચાલુ હોવાથી હોસ્પિટલોમાં દર્દીઓની સારવારની ઇમરજન્સી વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે તેવી ઉગ્ર લોકમાંગણી થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here