રાષ્ટ્રીય સ્તરે એનઆરસી લાગુ કરવાનો કોઈ નિર્ણય નથી! (2)

રવિવારે રાજકોટ
રવિવારે રાજકોટ

Subscribe Saurashtra Kranti here.

સુપ્રીમ કોર્ટની દેખરેખમાં આસામમાં એનઆરસી અપડેટ કરવામાં આવી હતી

નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવાનો કોઈ નિર્ણય લેવાયો નથી, તેવું કેન્દ્ર સરકારે કહૃાું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન (રાજ્યકક્ષા) નિત્યાનંદ રાવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે “રાષ્ટ્રીય સ્તરે NRC તૈયાર કરવાનો કોઈ નિર્ણય હજુ સુધી લેવાયો નથી. સુપ્રીમ કોર્ટની દેખરેખમાં આસામમાં NRC અપડેટ કરવામાં આવી હતી. ૩૧ ઑગસ્ટ ૨૦૧૯ તારીખે એનઆરસી પ્રકાશિત કરવામાં આવી હતી.

Read About Weather here

સિટિઝનશિપ એક્ટ ૧૯૫૫ અને NRC હેઠળ ‘અટકાયતી કેન્દ્રોની કોઈ જોગવાઈ નથી તેવું નિત્યાનંદ રાયે એક અન્ય પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું હતું. જેમની સજા પૂરી થઈ હોય તેવા વિદેશી નાગરિકોને છોડી મૂકવા અને તેમના દેશ પહોંચાડવામાં નહિ આવે ત્યાં સુધી તેમને નિયંત્રણો સાથે યોગ્ય સ્થળે રાખવા તેવો નિર્દેશ સુપ્રીમ કોર્ટે ૨૮મી ફેબ્રુઆરી ૨૦૧૨ તારીખે આપ્યા હતા, તેવું નિત્યાનંદ રાયે કહૃાું હતું. આવા લોકોને રાખવા રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત વહીવટતંત્રોએ ‘ડિટેન્શન કેન્દ્રો સ્થાપ્યા હતા, તેવું તેમણે કહૃાું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here