રાજસ્થાનમાં ત્રણ સ્તરનું લોકડાઉન જાહેર

૨૪ મે થી પ્રારંભ, ૮ જુન સુધી લાગુ

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક દહેલોતે કોરોના સંક્રમણ પર અંકુશ મુકવા માટે રાજ્યમાં ૨૪ મી મે થી ત્રિસ્તરીય લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી હતી. સંખ્યાબંધ ટ્વીટ કરીને મુખ્યમંત્રીએ નવા દિશા નિર્દેશો જાહેર કર્યા હતા.

રાજસ્થાનના મુખ્યમંત્રીએ જાહેર કર્યા મુજબ રવિવારે એક દિવસમાં ૬૫૨૧ નવા કેસ નોંધાયા હતા અને 113 દર્દીઓના મૃત્યુ થયા હતા તેના પગલે કેબિનેટની બેઠકના ત્રણ સ્તરનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાનું નિર્ણય લેવામાં આવ્યો હતો.

Subscribe Saurashtra Kranti here

સમાજના અલગ-અલગ વર્ગના ગ્રામ્ય થી જીલ્લા કક્ષા સુધી જાહેર જીવનમાં શિસ્તનું પાલન થાય અને કોવિડ પ્રોટોકોલને અનુસરવામાં આવે તે રીતે ત્રિસ્તરીય  લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પરિવાર, પોતાના વોર્ડ, પોતાનું ગામ, પોતાનું શહેર અને રાજ્ય કક્ષાએ કોવિડની પરિસ્થિતિ મુજબ લોકોએ જીવન વ્યવહાર ચલાવાનો રહેશે. માસ્કનું દંડ પણ વધારીને રૂ. ૫૦૦ થી ૧૦૦૦ કરી નાખવામાં આવ્યો છે. રાજસ્થાને કરેલી આ વ્યવસ્થા જાણવા જેવી છે.

પ્રથમ તબક્કો: સરકારે લોકોને હાલ બારની વ્યક્તિઓ ઘરમાં ના આવા દેવા આદેશ આપ્યો છે. જો કોઈને મળવું હોય તો ખુલ્લા મુદાનમાં જઈને મળવાનો આદેશ અપાયો છે. બાળકો અને વૃધ્ધોના રક્ષણ માટે બહારની કોઈ વ્યક્તિને ઘરમાં પ્રવેશ ન આપવા તાકીદ કરાઈ છે.

Read About Weather here

બીજો તબક્કો: કોઈ લતા કે કોઈ ગામમાં એક સ્થળે પાંચ થી વધુ વ્યક્તિઓ એકત્ર થઇ નહી શકે તે માટે સ્થાનિક તંત્ર દ્વારા સતત ચાપતી નજર રાખવામાં આવશે.

ત્રીજો તબક્કો: એક ગામથી બીજા ગામ અને એક શહેરમાંથી બીજા શહેર વાહનો લઇ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. માત્ર દવાઓ અને અન્ય જીવન જરૂરી ચીજોની હેરફેરને છૂટ મળશે. એ માટે ગ્રામ્ય કક્ષાએ મોનીટર સમિતિ બનવાની રહેશે. તમામ ધાર્મિક, રાજકીય, સામાજિક કાર્યક્રમો પર નિયંત્રણો કરાયા છે. હાલ કોઈ પ્રકારની ઉજવણી કરી નહિ શકાય. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here