ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ દ્વારા ઉનામાં વાવાઝોડા ગ્રસ્તની મદદે

ઉનામાં વાવાઝોડા ગ્રસ્તની મદદે
ઉનામાં વાવાઝોડા ગ્રસ્તની મદદે

જીવન જરૂરી સામાનની 2000 અનાજ કિટ લોકોને અપાઈ

કોરોનાએ લોકોની આર્થિક કેડ ભાંગી નાખી ત્યાં તાઉ- તે વાવાઝોડાએ કેટલોએ વિનાશ વેર્યો. ખેડૂતો અને ગરીબ પરિવારોને આ વાવાઝોડાએ પોતાનો શિકાર બનાવ્યા. ખંત અને ખુમારીથી જીવનારી સૌરાષ્ટ્રની પ્રજાને સુરત શહેર તન,મન અને ધનથી સહાય કરી રહ્યું છે.

ઉના આનંદગઢ ખાતે આવેલ રાજકોટ ગુરુકુળની શાખા સ્વામિનારાયણ ગુરુકુળને વાવાઝોડાએ સારું એવું નુકશાન પહોંચાડેલ છે છતાં પણ ત્યાં રહેલા સંતો હરિવદનદાસજી સ્વામી, કેશવપ્રિય દાસજી સ્વામી તથા સર્વજ્ઞ સ્વામી લોકોને સહાયરૂપ થઈ રહ્યા છે. નીલકંઠ ધામ પોઇચાથી સંતો હરિકૃષ્ણદાસજી સ્વામી, કલ્યાણદાસજી સ્વામી, યુવાનોની ટીમ સાથે તા.20ના રોજ ઉના પહોંચી લોકસેવા કરી રહ્યા છે.

Subscribe Saurashtra Kranti here

સુરત સ્વામિનારાયણ ગુરુકુળને સમર્પિત યુવાનો દ્વારા સંચાલિત ધર્મ જીવન લોકસેવા ટ્રસ્ટે જીવનજરૂરી સામાન ઘઉંનો લોટ, તેલ, ખાંડ, દાળ,તુવેર દાળ, મગ દાળ વગેરે સાથેની કીટો લઈને એક ટીમ આજે રવાના થયેલ. આ પ્રસંગે સદગુરુ પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ લાલજીભાઈ પટેલ ઉગામેડી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ રાખોલીયા, પ્રકાશભાઈ રાખોલીયા, હિતેશભાઈ હપાણી શૈલેષભાઈ ગોટી, ઇશ્વરભાઇ ધોળકિયા, મેહુલભાઈ સુતરીયા વગેરે ઉપસ્થિત રહેલ.

Read About Weather here

ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ સુરતના કાર્યકર્તાઓ લાલજીભાઈ તોરી, ભગવાનજીભાઈ કાકડીયા તથા કમલેશભાઈ કુંભાણીના માર્ગદર્શન અનુસાર 40 ઉપરાંત સ્વયંસેવકો તથા સંતો દ્વારા અનાજ વગેરે જીવન જરૂરીયાત ચીજોની 2000 કીટો તૈયાર કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here