રાજકોટ જીલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

ખાંભાનાં ગીર ચતુરી ગામમાં શિયાળ અને અજગર વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયા
ખાંભાનાં ગીર ચતુરી ગામમાં શિયાળ અને અજગર વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયા
રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

આ બેઠકમાં ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, ગોવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કલેકટર અરૂણ મહેશ બાબુએ સાંસદ અને ધારાસભ્યના પડતર રહેલા પ્રશ્નોના સમયસર જવાબ અને કામોના સમયસર નિકાલ થાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી.

બેઠકમાં કુલ 140 જેટલા પ્રશ્નો રજુ થયા હતા. જેમા પાણી પુરવઠા, શિક્ષણ, પીજીવીસીએલ, સિંચાઈ, આરોગ્ય, માર્ગ-મકાન, ડી.આઈ. એલ.આર. વગેરે વિભાગના પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સંકલન બેઠક અગાઉ જિલ્લા ગ્રાહક સુરક્ષા અને સલાહકાર સમિતિની પણ બેઠક મળી હતી. જેમાં નવી બંધ પડેલી અને નવી વ્યાજબી ભાવની દુકાનો ખોલવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ તકે નઅંગદાન એ જ જીવનદાનથ અન્વયે ઉપસ્થિત સૌ અધિકારીઓએ શપથ લીધા હતા.

Read About Weather here

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી,  પ્રાદેશિક કમિશનર નગરપાલીકો ધિમંતકુમાર વ્યાસ, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર વગેરે વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કરએ સૌનું સ્વાગત કરી આવકાર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here