મોદીને મળવા શ્રીનગરથી પગે ચાલીને નિકળી પડયો કાશ્મીરી યુવાન

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

815 કિલોમીટરનું અંતર કાપી દિલ્હી પહોંચશે, વડાપ્રધાનને મળવાની આશા: અઝાન પ્રતિ મોદીએ બતાવેલા આદરથી ઓળધોળ થઇ જતો યુવાન

એનું નામ ફહીમ નાઝીર શાહ છે. 28 વર્ષની વયનો આ યુવાન જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રીનગરનો રહેવાસી છે. અને ઇલેટ્રીશયન તરીકે કામ કરે છે. આ યુવાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જબરો ભકત બની ગયો છે

Visit Saurashtra Kranti Homepage here

એટલે એમને મળવા માટે અને એક મુલાકાતની ઇચ્છા સાથે શ્રીનગરથી છેક નવી દિલ્હી સુધીની પગ યાત્રા શરૂ કરી દીધી છે. આ યુવાન 815 કિલોમીટરનું અંતર પગે ચાલીને કાપવા માંગે છે અને દિલ્હી પહોંચી વડાપ્રધાનની મુલાકાત લેવા માંગે છે.

ગઇકાલે આ યુવાન શ્રીનગરથી 200 કિલોમીટર સુધીની પગયાત્રા કરીને ઉધમપુર પહોંચી ચુકયો છે અને ઉત્સાહ સાથે આગળ વધી રહયો છે. રસ્તામાં પત્રકારો સાથે વાતચીત કરતા ફહીમ શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાનને મળવાનું મારૂ અનોખુ સપનું રહયું છે. અગાઉ પણ મેં ઘણા પ્રયાસો કર્યા છે પણ એમને મળી શકયો નથી એટલે હવે પગે ચાલીને દિલ્હી પહોંચવા માંગુ છું.

પોતે મોદી ભકત શું કામ બન્યો તેનું કારણ જણાવતા શાહે કહયું હતું કે, એક સમયે વડાપ્રધાન મોદી એક રેલીને સંબોધન કરી રહયા હતા. ત્યારે એ વિસ્તારનું મસ્જીદમાંથી અઝાન શરૂ થઇ હતી.

Read About Weather here

એટલે એમને તરત જ પ્રવચન બંધ કર્યુ હતું અને અઝાન પુરી થયા પછી જ વકતવ્ય શરૂ કર્યુ હતું. એમની આ અદાથી મારા હદય પર ખુબ જ અસર થઇ અને હું એમનો ચાહક બની ગયો છું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here