મોદીએ નવા વર્ષની ભેટ આપી, ટાસ્ક ફોર્સ ફિદા

મોદીએ નવા વર્ષની ભેટ આપી, ટાસ્ક ફોર્સ ફિદા
મોદીએ નવા વર્ષની ભેટ આપી, ટાસ્ક ફોર્સ ફિદા

દેશના 15 થી 18 વર્ષની વયના બાળકોને રસીનો નિર્ણય આવકાર્ય: દેશ પાસે બાળકો માટેની વેક્સિન તૈયાર છે: ટાસ્ક ફોર્સનાં વડા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ખાસ રાષ્ટ્ર જોગવાઈ પ્રવચનમાં 15 થી 18 વર્ષની વયનાં બાળકોને પણ વેક્સિન આપવાની જાહેરાત કરતા આરોગ્ય નિષ્ણાંતો આવકાર આપી રહ્યા છે. દેશના કોવિડ ટાસ્ક ફોર્સનાં વડા ડો. એન.કે.અરોરાએ જણાવ્યું છે કે, વડાપ્રધાને દેશને નવા વર્ષની ભેટ આપી છે. તરૂણ વયનાં સંતાનોને રસી આપવાના એમના નિર્ણયથી ખૂબ જ ફાયદા થશે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

ડો.અરોરા એ જણાવ્યું હતું કે, બાળકો માટેની વેક્સિન દેશ પાસે તૈયાર જ છે. ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી બાળકો માટેની રસી કો-વેક્સિનનાં ખૂબ સારા પરિણામો જોવા મળ્યા છે.

ત્રીજી જાન્યુઆરી 2022 થી બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવનાર છે. અત્યારે માત્ર કો-વેક્સિનની રસી આપવામાં આવે તેવી શક્યતા છે. કોરોનાનાં બીજા ભયાનક વેવ દરમ્યાન જેટલા મૃત્યુ થયા હતા. તેમાંથી ત્રીજા ભાગનાં 15 થી 18 વર્ષની વયનાં તરુણોનાં થયા હતા. એટલે રસીકરણથી બાળકો રક્ષિત બની જશે. તેના બીજા બે ફાયદા પણ છે. રસી લીધા પછી ચેપની બીક વિના શાળાએ જઈ શકશે.

Read About Weather here

ઓમિક્રોન સંક્રમણનો ડર પણ નહીં રહે. બીજું, ઘણીવખત તરુણો અને બાળકોને ઘરમાં ચેપ લાગે ત્યારે એમના પરિવારજનો પણ સંક્રમિત થઇ જાય છે. એવું સંક્રમણ પણ અટકાવી શકાશે. કો-વેક્સિનથી શરીરમાં પ્રતિકાર શક્તિ નોંધપાત્ર પ્રમાણમાં વધી જતી હોવાનું પ્રયોગો પછી જોવા મળ્યું છે. વળી, આ વેક્સિન પુખ્તવયનાં લોકો માટેની વેક્સિન કરતા પણ વધુ સારી અને વધુ સુરક્ષિત જણાય છે. એ લીધા પછી હાથમાં દુ:ખાવો પણ થતો નથી. આપણે આપણા બાળકોને સુરક્ષિત કરવા જ પડે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here