પદ્મશ્રી દાદુદાન ગઢવીનું નિધન

પદ્મશ્રી દાદુદાન
પદ્મશ્રી દાદુદાન

82 વર્ષીય કવિ આ વર્ષે પદ્મશ્રી જાહેર થયા હતા

કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો અમર રચનાના રચયિતા

પદ્મશ્રી કવિ દાદની કાવ્યરચનાનાં 8 પુસ્તકો બહાર પાડ્યાં હતાં, 15 ગુજરાતી ફિલ્મોમાં ગીત ગવાયાં હતાં: પડધરીના ધૂનાના ગામે અંતિમ શ્વાસ લીધા

કાળજા કેરો કટકોથ અને નઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવુંથ જેવી અનેક અમર રચનાઓના સર્જક એવા ચારણ સાહિત્યના કવિ દાદનું સોમવારે 82 વર્ષની વયે નિધન થયું. વેરાવળ નજીક ઇશ્વરીયા ગામમાં જન્મેલા દાદુદાન પ્રતાપદાન ગઢવીનું આ વર્ષે જ ભારત સરકારે પદ્મશ્રી સન્માન જાહેર કર્યું હતું. કવિ દાદના નિધનથી કલાકારો, કસબીઓ અને તેમના ચાહકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.કવિ દાદને અગાઉ ગુજરાત ગૌરવ તથા ઝવેરચંદ મેઘાણી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. કવિ દાદે 15થી વધારે ગુજરાતી ફિલ્મો માટે ચિરસ્મરણીય ગીતો લખ્યા હતા. ક્ધયા વિદાયનું ગીત નકાળજા કેરો કટકો, ગાંઠથી છૂટી ગયોથ તેમની અમર રચના ગણાય છે.

Subscribe Saurashtra Kranti here

હિરણ હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાળી, જાત કમાણી કરીને ખાય એ સિંહની જાત, મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે જેવા ગીતો કવિ દાદબાપુએ લખ્યા હતા. માત્ર ચાર ધોરણ સુધી ભણેલા કવિ દાદના સર્જન પર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પીએચડી સંશોધનો કરેલા છે. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યોથી પ્રચલિત બનેલા કવિ દાદે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, કૈલાસ કે નિવાસી સહિતની અનેક રચના બનાવી હતી. રચના પર 8 પુસ્તકો પ્રસિદ્ધ થયા હતા.

15 ગુજરાતી ફિલ્મોમાં તેમના ગીતો ગવાયા છે. કવિ દાદની 26મી જાન્યુઆરી 2021ના પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરાઇ હતી. જોકે, હજુ તેને એવોર્ડ એનાયત થયો નથી. સંભવત: કોરોનાના કારણે એવોર્ડ વિતરણ ફંકશન થઇ શક્યું નહી હોય. કવિ દાદને પદ્મશ્રી પહેલાં ગુજરાત ગૌરવ એવોર્ડ, મેઘાણી એવોર્ડ સહિતના અનેક એવોર્ડ અને સન્માન પ્રાપ્ત થયા છે. સૌરાષ્ટ્ર યુનિ.માં એક ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીએ તો કવિશ્રી દાદ ઉપર પીએચડી પણ કર્યું છે.

Read About Weather here

પદ્મશ્રી કવિ દાદુદાન પ્રતાપદાન ગઢવી (કવિ દાદ) )ની અણધારી વિદાયથી કલા અને સાહિત્ય જગતને ના પુરી શકાય એવી ખોટ પડી

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા, વીરડો ફૂટી ગ્યો.

જૂનાગઢના બિલનાથ મંદિર પાસે રાજમોતી સોસાયટીમાં રહેતા 81 વર્ષની ઉંમરના દાદુદાન પ્રતાપદાન ગઢવી કવિ દાદ તરીકે પ્રખ્યાત છે.

કવિ દાદએ 14-15 વર્ષની ઉંમરે કવિતા રચવાનું શરૂ કર્યું હતું. તેમણે મામાના અવસાન બાદ તેમની યાદમાં એક છંદ લખ્યો હતો અને પછી માતાજીની સ્તુતિ લખવાનું શરૂ કર્યું હતું.

કવિ દાદે 15 જેટલી ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યા છે જેમાં, સંપૂર્ણ રામાયણ, રા નવઘણ, લાખા લોયણ, ભગત ગોરો કુંભાર જેવી હિટ ગુજરાતી ફિલ્મોનો સમાવેશ થાય છે. 1975માં બનેલી શેતલને કાંઠે ફિલ્મ માટે દીકરીની વિદાયનું ગીત કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો અને ફિલ્મ શેઠ શગાળશાનું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગીત આજે પણ ખુબજ લોકપ્રિય છે. પ્રખ્યાત ભજનિક નારાયણ સ્વામીએ ગાયેલું કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું પણ કવિ દાદે જ રચેલું સુપ્રસિદ્ધ ભજન છે,
પશ્ચિમ બંગાળને લઈને પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધ વખતે કવિશ્રી દાદે બંગાળ બાવની નામના પુસ્તકમાં 52 રચનાઓ લખી હતી.

કવિ દાદને પદ્મશ્રી મેઘાણી સાહિત્ય એવોર્ડ, કવિ દુલા કાગ એવોર્ડ, હેમુ ગઢવી એવોર્ડ વગેરેથી સન્માનિત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ગુજરાતી સાહિત્યના એક વિદ્યાર્થીએ કવિ દાદ ઉપર ડોક્ટરેટ પણ કર્યું છે.

ચારણ કવિ પદ્મશ્રી દાદુદાન પ્રતાપદાન મિસણ એટલે કવિ દાદને શબ્દાંજંલી

ચારણ સમાજ નું રત્ન અને અનેક સફળ રચનાઓ ના રચયિતા 15 જેટલા વિવિધ કાવ્ય સંગ્રહ ના કર્તા ચારણ કવિ પદ્મશ્રી દાદુદાન પ્રતાપદાન મિસણ એટલે આપણા લોક લાડીલા કવિ દાદ તેઓ હવે શરીર થી આપણી વચ્ચે નથી રહ્યા . જેની ચારણ સમાજ તેમજ ચારણેત્તર તથા સાહિત્ય જગતને ન પૂરી સકાઈ એવી ખોટ પડી છે. ભગવાન શિવ એમની પવિત્ર આત્મા ને શાંતિ આપે…

અજર અમર કવિ આત્મા, અંતર રહે નિત યાદ,
સ્વર્ગે આજ સિધાવીયો, અમાણો દુર્લભ કવિવર દાદ.

કટકોય કાળજડાં તણો, કે ગીત ઠાકોરજી તણું,
હિરણ તણી રાતું ,કે મારગડા કવિ મોતી ગણું,
કોઈ ટેરવાં ના રણઝણે,કે છુંન્દણા છુંદાવસે,
એ વખત ગુર્જર ભોમ ને કવિ યાદ દાદલ આવશે,
જીયે યાદ દાદલ આવશે,(1)

ગાગડીયાળી ગંગ ખોડલ, બાવની બિરદાવલી,
ઉપરેય આવડ આવવાની, ગાવસે ચરજાવલી,
હલકારી હીરણ માત ના,કોઈ છન્દ જ્યાં રેલાવસે,
એ વખત ગુર્જર ભોમ ને કવિ યાદ દાદલ આવશે,
જીયે યાદ દાદલ આવશે,(2)

રામનામ ની બારાક્ષરી કે ,કૃષ્ણ ની છનંદાવલી,
હોઈ સુદામા સંત ની,કે કવિતા નંદા વલી,
જેના ગીતો ની સરળતાથી, મોજ સૌ જન માણસે,
એ વખત ગુર્જર ભોમ ને કવિ યાદ દાદલ આવશે,
જીયે યાદ દાદલ આવશે,(3)

ફૂલ કેસુડાં તણી ,જોને ફોરમું રંગે ફળી,
અને લખણ યુધ્ધે જંગમાં, જ્યારે સફળતા રામે મળી,
હનુમાનજી ના પ્રાક્રમો ની,પંકતી પરકાસસે,
એ વખત ગુર્જર ભોમ ને કવિ યાદ દાદલ આવશે,
જીયે યાદ દાદલ આવશે,(4)

ગિરનાર અડીખમનીય ગાજે, તપત ધુણા જ્યાં તપે,
જયાં મોર માણીગર નાચે,જબર માનવીયું જપે,
ઇ તર્પત થાતાં જીવ જાજા,ગહન જીત ગજાવસે,
એ વખત ગુર્જર ભોમ ને કવિ યાદ દાદલ આવશે,
જીયે યાદ દાદલ આવશે,(5)

લછનાઅયન,કે ટેરવા, કે બાવની હોય બંગ ની,
જોમ ભરતી જોશવાળી, જબર કવિતા જંગ ની,
નસ્ત્રમધુડો પ્રવીણસ્ત્રસ્ત્ર કે મરમવંતી,દિલ જુવાળા ઠારશે,
એ વખત ગુર્જર ભોમ ને કવિ યાદ દાદલ આવશે,
જીયે યાદ દાદલ આવશે,(6)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here