ધરેલુ વેક્સિન એક કોયડો : વિપુલ ઉત્પાદન છતાં અછત અને ઓછો વપરાશ!!

ધરેલુ વેક્સિન એક કોયડો
ધરેલુ વેક્સિન એક કોયડો

સિરમ અને ભારતબાયોટેકનો દાવો, દર મહિને આઠ કરોડ વેક્સિન ડોઝનું ઉત્પાદન

મોટા પાયે ઉત્પાદન સરકારને મેના અંતમાં માત્ર 5 કરોડ વેક્સિન ડોઝ મળશે

કંપની, સરકાર વચ્ચેની સંમજુતી અને ગણીતમાં અનેક ગોટાળા

સ્વદેશી ધોરણે તૈયાર થઇ રહેલી વેક્સિનના ઉત્પાદનના આંકડા અને સરકારી આંકડા સામાન્ય જનતા માટે એક રહસ્ય મય કોયડો બનીને રહી ગયા છે. કેન્દ્ર સરકારની ધોષણા અને વેક્સિન ઉત્પાદકોના નિવેદનને લક્ષમાં લેતા એવું જણાય આવે છે કે, ધરેલુ વેક્સિન ઉત્પાદન પ્રતિદિન 27 લાખ ડોઝ જેવું થઇ રહયું છે. હજુ સ્પુટનીક વેક્સિનની તો ગણતરી કરતા નથી. અટલા ઉત્પાદન છતાં આશ્ર્ચર્ય એ છે કે, મેના પ્રથમ ત્રણ સપ્તાહ દરમ્યાન માત્ર 16.2 લાખ વેક્સિન ડોઝનો વપરાશ થયો અને રાજયોમાં તો અછતના બુમબરાડા યથાવત છે.

Subscribe Saurashtra Kranti here

કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં એવી એફીડેવીટ કરી હતી કે, સિરમ કંપની પ્રતિમાસ કોવિશિલ્ડ રસીના સાડા છ કરોડ ડોઝ અને ભારતબાયોટેક કોવેકિસન રસીના દર મહિને બે કરોડ ડોઝનું ઉત્પાદન કરી રહી છે. જુલાઇમાં સાડા પાંચ કરોડ ડોઝ બીજા તૈયાર થઇ જશે એ જોતા કુલ ડોઝ છ થી સાત કરોડ જેટલા થાય. સ્પુટનીકનું ઉત્પાદન પણ જુલાઇ સુધીમાં મહિને એક કરોડ ડોઝ જેટલુ થઇ જવાનું છે. છતાં ઉત્પાદન અને વપરાશ વચ્ચે ખુબ મોટી ખાઇ જોવા મળી રહી છે. ઓછામાં ઓછી ગણતરી કરી એ તો પણ બન્ને ધરેલુ રસીના મે મહિનામાં થયેલા ઉત્પાદનના આંકડા સાડા આઠ કરોડ ડોઝનાં આંક સુધી પહોંચે છે. એટલે સરેરાશ પ્રતિદિન 27.4 લાખ ડોઝ થયાં. તેની સામે રસીકરણના આંકડા જુઓ તો તમારી આંખો ચાર થઇ જાય.

મે મહિનાના પ્રથમ 22 દિવસ દરમ્યાન ભારતે રસીકરણ પાછળ 3.6 કરોડ ડોઝનો ઉપયોગ કર્યો એટલે કે પ્રતિદિન સરેરાશ 16.2 લાખ ડોઝનો ઉપયોગ થયો. આ મહિનાના અંત સુધીમાં 5 કરોડ ડોઝ સરકારને મળી જવાના છે. છતાં રસીકરણનો આંકડોતો રોજે રોજ ઘટકો જાય છે.

Read About Weather here

ગત તા. 16 થી 22 મે દરમ્યાન માત્ર 13 લાખ લોકોને ડોઝ અપાયો હતો. જો આડા આઠ કરોડ ડોઝનું ઉત્પાદન દરમહિને થઇ રહયું હોય તો માત્ર પાંચ કરોડ ડોઝ જ કેમ મળે છે. એનો સીધો મતલબ એ થાય કે ઉત્પાદકો સાથે સંમજુતી યોગ્ય રીતે થતી નથી. ચોથા ભાગના ડોઝ ઉપયોગ વિનાના પડયા રહે છે. રાજયોનો દેકારો ચાલુ છે.

કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજયોમાં તો રસીકરણ જ અટકાવી દેવી પડયું છે. હવે સવાલ એ થાય છે કે અટલી મોટી સંખ્યામાં ઉત્પાદીત થતી રસીનું શું થઇ રહયું છે? શું એ પાઇપલાઇનમાં છે કે અન્ય કોઇ માર્ગે ફંટાઇ જાય છે? આવા આવા સવાલો દેશ માટે કોયડો બન્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here