‘યાસ’નો ખતરો, હજારો લોકોનું સ્થળાંતર : 25 ટ્રેનો રદ

‘યાસ’નો ખતરો
‘યાસ’નો ખતરો

બંગાળ અને ઓડીસામાં 185 કિમીની ઝડપે પવનની શકયતા

એનડીઆરએફની 85 ટીમો તૈનાત

યાસ ઉત્તર ઓડિશાના પારાદીપ અને પશ્ચિમ બંગાળના સાગર આઇલેન્ડ વચ્ચેથી પસાર થશે. એ 26 મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. યાસ વાવાઝોડાના અલર્ટને ધ્યાનમાં લેતાં રેલવે દ્વારા 24થી 29 મે સુધી 25 ટ્રેનો રદ કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળ અને પૂર્વ મિદનાપુરના તેમજ દક્ષિણ 24 પરગનામાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળોએ ખસેડવાનું કામ શરૂ થઇ ગયું છે. કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (ગઉછઋ)ની 85 ટીમ 5 રાજ્યમાં તહેનાત કરી છે. વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં થઈ શકે છે.

Subscribe Saurashtra Kranti here

ઈંખઉના જણાવ્યા મુજબ, અહીં 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાને કારણે 25 મેના રોજ બંગાળના મિદનાપુર, 24 પરગના અને હુગલીમાં હળવો વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ પછી 26મી મેના રોજ નાદિયા, બર્ધમાન, બાંકુરા, પુરુલિયા અને બીરભૂમમાં ભારે વરસાદ પડી શકે છે.

નૌસેનાએ બંગાળ અને ઓડિશામાં 8 ડાઇવિંગ ટીમો તહેનાત કરી છે. વિશાખાપટ્ટનમમાં ઈંગજ ડેકા અને ચેન્નઈમાં ઈંગજ રાજાલી એરબેઝ પર વિમાન અને હેલિકોપ્ટરને અલર્ટ પર રાખવામાં આવ્યાં છે. આનાથી એરિયલ સર્વે અને બેગેજ એર-ડ્રોપમાં સરળતા રહેશે.

ઝારખંડમાં 25થી 28 મે દરમિયાન યાસ વિશે અલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યના 30થી 60 ટકા વિસ્તારોમાં વીજળી પડવાની ચેતવણી આપી છે. આ દરમિયાન 50થી 60 કિમી.ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. યાસ ચક્રવાતની અસર ઝારખંડમાં 25 મેથી જોઇ શકાય છે. 28 મે સુધીમાં રાંચી સહિત સમગ્ર ઝારખંડમાં ભારે વરસાદની સંભાવના છે. 26 અને 27 મેના રોજ તાપમાન ઘટીને 25 ડીગ્રી સુધી પહોંચી શકે છે. સંતાલ પરગના સહિત ઝારખંડને અડીને આવેલા બંગાળના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

Read About Weather here

બિહારના તમામ 38 જિલ્લા, પશ્ચિમ-પૂર્વ ચંપારણ, સીવાન, સારણ, ગોપાલગંજ, સીતામઢી, મધુબની, મુઝફ્ફરપુર, દરભંગા, વૈશાલી, શિવહર, સમસ્તીપુર, સુપૌલ, અરરિયા, કિશનગંજ, મધેપુરા, સહરસા, પૂર્ણિયા, બક્સર, ભોજપુર, રોહતાસ, ભબુઆ, ઔરંગાબાદ, જહાનાબાદ, અરવલ, પટના, ગયા, નાલંદા, શેખપુરા, નવાદા, બેગુસરાય, લખીસરાય, કટિહાર, ભાગલપુર, બાંકા, જમુઇ, મુંગેર અને ખગેરિયા જિલ્લામાં 26-27 મેના રોજ ભારે પવન સાથે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મધ્યપ્રદેશનું હવામાન સતત બદલાતું રહે છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં 22 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. અહીં હજી સુધી તાઉ-તેની અસર જણાવવામાં આવી રહી છે. આ કારણે અનેક જિલ્લાઓમાં ભેજ ભરતી વાતાવરણ છે. હવામાન વિભાગે સાગર, દમોહ, ઉમરિયા, ભોપાલ, વિદિશા, રાયસેન, ઇન્દોર, ધાર, ઉજ્જૈન, દેવાસ, નીમચ, મંદસૌર, ગુના, હોશંગાબાદ સહિતના જબલપુર વિભાગના 8 જિલ્લામાં વરસાદ પાડવાની આગાહી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here