દેશમાં કોરોનાના નવા કેસ 1,86,000 : વધુ 3660નાં મૃત્યુ

44 દિવસમાં પહેલીવાર સૌથી ઓછા કેસોનો આંકડો નોંધાયો, પશ્ર્ચિમ બંગાળમાં લોકડાઉન 15 જૂન સુધી લંબાવાયું, દેશનો કોવિડ રીકવરી રેટ વધીને 90.34 ટકા થયો, નિયંત્રણો હજુ ચાલુ રાખવા રાજયોને કેન્દ્રનો અનુરોધ

દેશમાં 44 દિવસ બાદ પહેલી વખત નવા કોરોના કેસોનો સૌથી ઓછો આંકડો નોંધાયો છે અને ચાલુ માસમાં બીજી વખત નવા પોઝિટિવ કેસો બે લાખથી ઓછા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1,86,364 નવા કેસો નોંધાયા હતા અને વધુ 3660 દર્દીઓ મૃત્યુને ભેટયા હતા. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોવિડ રીકવરીનો રેટ વધીને 90.34 ટકા થઇ ગયો છે. સતત ચોથા દિવસે દૈનિક પોઝિટિવીટી રેટ પણ 10 ટકાથી નીચે રહયો છે. દેશમાં કુલ કેસોનો આંક વધીને 2 કરોડ 75 લાખથી ઉપર પહોંચી ગયો છે.

Subscribe Saurashtra Kranti here

સરકારે જાહેર કર્યુ હતું કે, કોરોનાની બીજી લહેર અંત તરફ જઇ રહી છે. અત્યારે અસરગ્રસ્ત રાજયોમાં નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે જે તબક્કાવાર હળવા કરવામાં આવી રહયા છે. જો કે હજુ નિયંત્રણો અમલમાં રાખવા કેન્દ્ર સરકારે રાજયોને તાકિદ કરી છે. દેશમાં અત્યાર સુધીમાં 2,48,93,410 જેટલા કોરોના દર્દીઓ સાજા નરવા થઇ ગયા છે. જેના કારણે રીકવરી રેટ 90 ટકાની ઉપર જઇ રહયો છે.

દેશમાં ત્રીજા લહેર માટેની શકયતા પર નિષ્ણાંતો ચર્ચા વિચારણા કરી રહયા છે અને બાળકોને વધુ અસર થવાની સંભાવના વ્યકત કરી રહયા છે. પરંતુ કેન્દ્ર સરકારમાંથી યુવાનોના રસીકરણ અંગે ઉલ્ટા સુલ્ટા વિધાનો થઇ રહયા હોવાથી એક પ્રકારનો ગુંચવાડો સર્જાયો છે. કેન્દ્ર સરકારે આગામી દિવસોમાં યુવા રસીકરણ અંગે ચોક્કસ રોડ મેપ તૈયાર કરી લેવો જોઇએ એવું નિષ્ણાંતો માની રહયા છે.

Read About Weather here

દરમ્યાન પશ્ર્ચિ બંગાળમાં 15 જૂન સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે આ ધોષણા કરી હતી. એ જ પ્રકારે તેલંગણામાં વધુ ભાવ પડાવી રહેલી ખાનગી હોસ્પિટલો સામે સરકારે લાલ આંખ કરી છે. આવી 64 હોસ્પિટલને નોટીશ ફટકારવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here