દેશના 18 રાજ્યોમાં કોરોનાનું નવું મ્યૂટેંટ વેરિએન્ટ

corona-કોરોના
corona-કોરોના

Subscribe Saurashtra Kranti here

કેરળના ૧૪ જિલ્લાઓમાં કોરોનાના વેરિએન્ટ મળ્યા

દેશમાં વધતા કોરોનાની વચ્ચે કોરોનાના ડબલ મ્યૂટેંટ વેરિએન્ટે ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બુધવારના જણાવવામાં આવ્યું કે, દેશમાં કોવીડ વાયરસનું એક નવું મ્યૂટેંટ વેરિએન્ટ ૧૮ રાજ્યોમાં જોવા મળ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારીએ કોવીડને લઇને ચિંતા વધારે વધારી દીધી છે. ડબલ મ્યૂટેંટ વેરિએન્ટ ઉપરાંત બીજા સ્ટ્રેન પણ જોવા મળ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ૧૦ હજાર ૭૮૭ સેમ્પલ્સથી ૭૭૧ વેરિએન્ટ્સમાં VOCs જોવા મળ્યું છે.

આમાંથી ૭૩૬ પોઝિટિવ સેમ્પલ્સ યૂકે વેરિએન્ટના સામેલ છે. તો દક્ષિણ આફ્રિકા વેરિએન્ટ વાયરસના ૩૪ સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. દેશના ૧૮ રાજ્યોમાં આ VOCs વાળા સેમ્પલની ઓળખ થઈ છે. દેશમાં કોવીડ વાયરસની સમગ્ર ‘જીનોમ સીક્વન્સિંગના વિસ્તરણ અને આ સમજવા માટે ભારતી સાર્સ-કોવ-૨ જીનોમિક્સ INSACOG કંસોર્ટિયમ સ્થાપિત કરવામાં આવ્યું છે. INSACOG જીનોમ સિક્વન્સિંગ વાયરસના ફેલાવાની તપાસ કરી રહૃાું છે.

Read About Weather here

કેરળના ૧૪ જિલ્લાઓમાં કોવીડના જે વેરિએન્ટ મળ્યા છે, તેવા જ વેરિએન્ટ ડેનમાર્ક, સિંગાપુર, જાપાન અને ઑસ્ટ્રેલિયામાં પણ આવા જ સ્ટ્રેન મળ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે આના પર વધુ એક સ્ટડી ચાલી રહી છે. ડબલ મ્યૂટેંટ વેરિએન્ટનો મતલબ કોવીડ વાયરસના બે અલગ-અલગ વેરિએન્ટથી સંક્રમિત થવું છે. દૃુનિયામાં આ પ્રકારનો પહેલો કેસ બ્રાઝીલમાં આવ્યો હતો. મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં કોવીડ વાયરસના નવા કેસમાં વધારો થયો છે. તો કોરોનાના વધતા કેસની વચ્ચે ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસની રસી ૨૩ લાખથી વધારે લોકોને લગાવવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here